IPLમાં રમવું ગમશે, એની વધારે માહિતી મળે તો સારું: કેન વિલિયમસન

Updated: 15th September, 2020 22:16 IST | Agencies | Mumbai

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસન આઇપીએલમાં રમવા માટે ઘણો આતુર છે અને તે ઇચ્છે છે કે આ ટુર્નામેન્ટની વધારે માહિતી વહેતી કરવામાં આવે.

કેન વિલિયમસન
કેન વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસન આઇપીએલમાં રમવા માટે ઘણો આતુર છે અને તે ઇચ્છે છે કે આ ટુર્નામેન્ટની વધારે માહિતી વહેતી કરવામાં આવે. કોરોનાને લીધે આ ઇવેન્ટ પોસ્ટપોન કરવામાં આવી હતી, પણ હવે યુએઈમાં તેના આયોજનની તૈયારી શરૂ કરી દેવાઈ છે. વિલિયમસને કહ્યું કે ‘સારા ‍એવા ઑડિયન્સને એકત્ર કરવામાં આ ટુર્નામેન્ટ એક સફળ ટુર્નામેન્ટ નીવડી છે. એમાં રમવાની ખરેખર મજા આવે છે. જોકે હમણાં સુરક્ષાના ઘણા નિયમો લાગુ કરવામાં આવ્યા છે માટે એવા વાતાવરણમાં આ ટુર્નામેન્ટ કેવી રીતે રમાશે એ જોવા જેવું રહેશે. વર્લ્ડ કપ પોસ્ટપોન કરી દેવામાં આવ્યો છે. તેમ  છતાં, મને લાગે છે કે દરેક પ્લેયર સુરક્ષિત વાતાવરણમાં રમવા ઇચ્છશે. આ ટુર્નામેન્ટ રમતાં પહેલાં એના વિશે વધારે માહિતી મળે તો થોડી વધારે ચોખવટ થઈ શકે છે. ટી૨૦ વર્લ્ડ કપ મોકૂફ થયો એ પણ સારી વાત છે. જોકે આવા વાતાવરણમાં કોઈ મોટી ટુર્નામેન્ટ યોજવી જોખમકારક નીવડી શકે છે. થોડા સમય પહેલાં અનેક ટુર્નામેન્ટને લઈને અનેક ચર્ચાઓ થતી હતી, પણ હવે એક ચોખવટ મળી હોવાથી સારું લાગે છે. દરેકના મત અલગ-અલગ હોઈ શકે છે, પણ મૅજોરિટી લોકોને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય યોગ્ય છે.’

First Published: 23rd July, 2020 16:31 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK