સૉલ: સાઉથ કોરિયામાં ગઈ કાલે યોજાયેલી વિશ્વની સૌથી મોટી F1

Published: 17th October, 2011 18:40 IST

કાર-રેસમાં પણ યંગેસ્ટ ડબલ ચૅમ્પિયન સેબાસ્ટિયન વેટલનો જાદુ છવાયેલો રહ્યો હતો. જર્મનીના વેટલે ગઈ કાલે ફરી પરચો બતાવીને કોરિયન રેસ જીતી લીધી હતી અને તેની ટીમ રેડ બુલને ફૉમ્યુર્લા વન કન્સ્ટ્રક્ટર્સ ટાઇટલ જિતાડી આપ્યું હતું. વેટલે વર્ષની આ દસમી જીત સાથે ૨૦૧૧ના ડ્રાઇવર્સ વર્લ્ડ ચૅમ્પિયન્સ તરીકે પોતાનું નામ ફાઇનલ કરી નાખ્યું હતું.

વેટલની કરીઅરની આ ૨૦મી જીત હતી. સહારા ફોર્સ ઇન્ડિયા ટીમને તેનો ડ્રાઇવર પૉલ દી રેસ્ટા નવમા નંબરે આવતાં એક પૉઇન્ટ મળ્યો હતો. હવે ૩૦ ઑક્ટોબરે ભારતમાં પ્રથમ વાર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયન ગ્રાં પ્રિનું આયોજન થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK