Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે

25 October, 2019 07:35 PM IST | Ahmedabad

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે

મોટેરા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ

મોટેરા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ


Ahmedabad : Biggest Cricket Stadium in the World : અત્યારે વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ (MCG) ગ્રાઉન્ડ છે. મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 1.024 લાખની છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2 ઓલિમ્પિક અને 2 ક્રિકેટ વર્લ્ડ કપ (1992 અને 2015) ની ફાઇનલ મેચ રમાઇ ચુકી છે. પણ હવે આનાથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ભારતમાં આકાર લઇ રહ્યું છે.


ગુજરાતના અમદાવાદ શહેરમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઇ રહ્યું છે
વાત એવી છે કે ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થવા જઇ રહ્યું છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ માટે આકાર લઇ રહ્યું છે. જોકે આ નવું સ્ટેડિયમ નથી. અહીં પહેલા સ્ટેડિયમ જ હતું. પણ તેને તોડીને નવા સ્ટેડિયમનો આકાર આપવામાં આવી રહ્યું છે. આ સ્ટેડિયમમાં મેલોબ્રનથી વધુ સીટો મુકાવા આવી છે. આ સાથે જ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે. મળી રહેલ માહિતી પ્રમાણે જાન્યુઆરી 2020 સુધીમાં આ સ્ટેડિયમ તૈયાર થઇ જશે.




જાન્યુઆરી 2020 સુધીમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઇ જશે
મોટેરાનું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. આ સ્ટેડિયમની રૂપ-રેખા એજ કંપનીએ બનાવી છે જે કંપનીએ MCG સ્ટેડિયમની ડિઝાઇન બનાવી હતી. આ સ્ટેડિયમનું કામ પુરૂ થવાના અંતિમ ચરણમાં છે. મળી રહેલ માહિતી પ્રમાણે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જાન્યુઆરી 2020 સુધીમાં તૈયાર થઇ જશે અને એક ટી20 મેચ પણ રમાઇ શકે છે.
Motera Cricket Stadium


આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

700 કરોડના ખર્ચથી બનેલ મોટેરા સ્ડેયિમમાં 1.10 લાખ બેઠક ક્ષમતા છે
વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોના બેસવાની ક્ષમતા છે. જે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા કરતા 10 હજાર વધુ છે. મોટેર સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ બોક્સ છે. 4 ડ્રેસિંગ રૂમ, 3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ઇંડોર પ્રેક્ટિસ પિચ, ટ્રેનિંગ સેન્ટર અને 55 રૂમનું ક્લબ હાઉસ છે. તેને બાદ કરતા ઓલિમ્પિક સાઇઝનું સ્વિમીંગ પુલ, બેડમિન્ટ અને ટેનિસ કોર્ટ, ક્વોશ, ટેબલ ટેનિસ અને 3D પ્રોજેક્ટર થિયેટર છે. આ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવા માટે 700 કરોડનો ખર્ચ થયો છે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

સ્ટેડિયમથી માત્ર 300 મીટર દુર મેટ્રોની સુવિધા રહેશે
મોટેરા સ્ટેડિયમથી માત્ર 300 મીટર દુર મેટ્રોની સુવિધા ઉપલબ્ધ રહેશે. સ્ટેડિયમમાં એક સાથે 60 હજાર લોકો નિકળવા માટે રૈંપ પણ બનાવવામાં આવ્યો છે. સંપુર્ણ સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સ લગાવવામાં આવશે અને સ્ટેડિમમાં હાઇટેક LED લગાવવામાં આવશે. જેના માટે સમગ્ર સ્ટેડિયમમાં સોલાર પાવરનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2019 07:35 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK