અમદાવાદમાં 1200 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમનું 90% કામ પુરૂ

Published: Aug 22, 2019, 16:00 IST | Ahmedabad

અમદાવાદમાં છેલ્લા 2 વર્ષથી તૈયાર થઇ રહેલ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું 90% કામ પુર્ણ થઇ ગયું છે. મળી રહેલ માહિતી પ્રમાણે સ્ટેડિયમ તૈયાર કરવા માટે 12 કરોડનો ખર્ચો થયો છે.

અમદાવાદમાં બની રહેલ મોટેરા સ્ટેડિયમ
અમદાવાદમાં બની રહેલ મોટેરા સ્ટેડિયમ

Ahmedabad : અમદાવાદમાં છેલ્લા 2 વર્ષથી તૈયાર થઇ રહેલ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું 90% કામ પુર્ણ થઇ ગયું છે. મળી રહેલ માહિતી પ્રમાણે સ્ટેડિયમ તૈયાર કરવા માટે 12 કરોડનો ખર્ચો થયો છે. જ્યારે તેનું ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવે તેનું આયોજન ચાલી રહયું છે. થોડા દિવસોમાં અમદાવાદીઓને વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમની ભેટ મળશે.

મોટેરા સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે
અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આશરે 63 એકરમાં ફેલાયેલું છે. જે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમ કરતાં પણ વધારે મોટું હશે. નવા બની રહેલ મોટેરા સ્ટેડીયમમાં 1.10 લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે. સ્ટેડીયમમાં 55 રૂમ સાથેનું કલબ હાઉસ, ઓલીમ્પકીસ સાઈઝનો સ્વિમીગ પુલ જીમનેશીયન સહીતની અનેક સુવિધા પણ સમાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેથી ત્રણ મહિનામાં આ સ્ટેડીયમનું ઉદ્‌ઘાટન કરવાની યોજના ઘડાઇ રહી છે. જેને પગલે સ્ટેડિયમનું અધુરૂ કામ પૂર્ણ કરવા માટે એન્જીનીયર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેડીયમનું 90 ટકા કામ પૂર્ણ થઈ ચુકયું છે. સ્ટેડીયમમાં હવે ખુરશી લગાવવાની છે અને મેદાન તથા પીચનું કામ પણ ચાલી રહયું છે. જે થોડા સમયમાં પૂર્ણ થઈ જશે.

આવતા વર્ષે
IPLની ટીમને આ સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ માટે આપવાના પ્રયાસો ચાલુ છે : પરીમલ
પરીમલ નથવાણીએ જણાવ્યું હતું કે, અમે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ બનાવી રહયા છીએ. આવતા વર્ષે આઈપીએલની ટીમ આ સ્ટેડીયમને હોમ ગ્રાઉન્ડ તરીકે સ્વીકારે એવા પ્રયાસો છે. અમે એવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રહયા છીએ જે વિશ્વને આકર્ષીત કરશે. નવા સ્ટેડીયમમાં મુખ્ય દરવાજાની સાથે અન્ય ત્રણનવા ગેટ બનશે.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

સ્ટેડીયમમાં 60 થી વધુ કોર્પોરેટ બોકસ તેમજ VIP લોન્જ અને કલબ હાઉસ બનશે. સ્ટેડીયમને સંલગ્ન કલબ હાઉસમાં 55 થી વધુ રૂમ હશે અને ઓલિમ્પિક કક્ષાનો સ્વિમીગ પુલ બનાવાશે. સ્ટેડીયમમાં ત્રણ પ્રેકટીસ ગ્રાઉન્ડ અને યંગ ક્રિકેટરોને કોચીગ આપવા માટે ઈન-ડોર ક્રિકેટ એકેઠડેમી પણ બનાવવામાં આવશે. સ્ટેડીયમમાં મેચ કોઈ પણ ખુણેથી જાતાં પીલર નડે નહી તે મુજબની ડિઝાઈન કરાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK