world cup semi-final: મેચની ટિકિટને લઈને ICCએ કર્યા હાથ અધ્ધર

Updated: 7th July, 2019 17:16 IST

વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2019નો આ મહા મુકાબલો 9 જુલાઈએ માન્ચેસ્ટરના ટ્રૈફર્ડ મેદાન પર રમાશે.

વિરાટ-વિલિયમસન આમને-સામને
વિરાટ-વિલિયમસન આમને-સામને

વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2019નો આ મહા મુકાબલો 9 જુલાઈએ માન્ચેસ્ટરના ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે વર્લ્ડ કપની 12મી સીઝનની ફાઈનલમાં પ્રવેશ મેળવશે જે 14 જુલાઈએ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાશે.

ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ માટે માન્ચેસ્ટર તૈયાર છે. આ સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા કુલ 26 હજાર છે જેમાંથી 10,000નું દર્શકોની ક્ષમતા વાળુ સ્ટેન્ડ 2019ના સ્ટેડિયમ અસ્થાયીરુપે બનાવવામાં આવ્યું છે. એક તરફ મેનચેસ્ટરનું મેદાન સેમીફાઈનલ માટે તૈયાર છે જ્યારે આ પહેલા જ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

p style="text-align: justify;">આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અનુસાર, વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. માન્ચેસ્ટરના મેદાનની તમામ ટિકિટો વેચાઈ જતા ક્રિકેટપ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મેદાનમાં ભારત-ન્યુ ઝીલેન્ડ વચ્ચેનો રોમાંચક મુકાબલો જોવા માગતા ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં બેસીને મેચ માણી શકશે નહી કારણ કે ICCએ ટ્વીટ કર્યું હતું કે, મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

આ પણ વાંચો: World Cup 2109 : ભારત vs ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ જંગ

વિરાટ કોહલી અને વિલિયમસનનો ફોટો ટ્વીટ કરતા લખ્યું હતું કે, કૃપા કરીને ધ્યાન આપો. મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2019ના પહેલા સેમી ફાઈનલની કોઈ પણ ટિકીટ ઉપલબ્ધ નથી.

First Published: 7th July, 2019 17:01 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK