વર્લ્ડ કપથી સ્ટાર ચૅનલને 1800 કરોડની કમાણી થઈ શકે

Published: Jun 02, 2019, 11:59 IST | મુંબઈ

મૅચો ભારતમાં પ્રાઇમ ટાઇમમાં ટેલિકાસ્ટ થઈ રહી છે એથી બ્રૉડકાસ્ટરને ફાયદો થશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજે ક્રિકેટ ફક્ત રમત નથી રહી, ધિકતો બિઝનેસ બન્યો છે. આઇપીએલને કારણે સરકારને ઘણો મનોરંજન ટૅક્સ મળી રહે છે. આ વર્ષ સ્ટાર ઇન્ડિયા માટે શાનદાર રહ્યું છે.  ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી ૨૫૦૦ કરોડ રૂપિયાનો ઍડ્ રેવેન્યુ જનરેટ કર્યા પછી હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં જો ભારત સેમી ફાઇનલમાં પહોંચે તો (જેની પૂરી શક્યતા છે) ભારતના બ્રૉડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાને અંદાજે ૧૮૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થશે.

દર વર્ષે રમાતા ૪ વર્લ્ડ કપ માટે સ્ટાર ઇન્ડિયાએ અત્યારથી ૮૦ ટકા ઇન્વેન્ટરી વેચી નાખી હતી. તેમણે ૪૦ ટૉપ બ્રૅન્ડ જેમાં ફોનપે, વનપ્લસ, હેવલ્સ, ઍમેઝૉન, ડ્રીમ ઇલેવન, ઉબર, ઓપો, ફિલિપ્સ, સીએટ ટાયર્સ સહિત જાણીતી બ્રૅન્ડ્સ સાથે ડીલ સાઇન કરી છે.

આ પણ વાંચો : World Cup 2019: પરાજય પછી સાઉથ આફ્રિકા જીતના પંથે પાછું ફરવા ઇચ્છશે

બ્રૉડકાસ્ટરને ૧૨૦૦થી ૧૫૦૦ કરોડ રૂપિયા ટીવી ઍડ્વર્ટાઇઝમેન્ટ અને ૩૦૦ કરોડ રૂપિયાનો ફાયદો વિડિયો સ્ટીમિંગ પાર્ટનર હોટસ્ટારથી થઈ શકે છે. આ આંકડા વર્લ્ડ કપ ૨૦૧૫ના આંકડા કરતાં ડબલ છે. આનું એક કારણ એ છે કે ઇંગ્લૅન્ડમાં મૅચો ભારતના પ્રાઇમ ટાઇમ રાતના ૮થી ૧૦ પ્રમાણે રમાઈ રહી છે અને ભારતની લગભગ દરેક મૅચો વીકએન્ડમાં શેડ્યુલ કરવામાં આવી છે. જો ભારતનું પર્ફોર્મન્સ ખરાબ થયું તો બ્રૉડકાસ્ટરને નુકસાન થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK