World Cup: બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડરની એન્ટ્રી થઇ શકે

Jul 02, 2019, 13:24 IST

બાંગ્લાદેશ સામેની મેચમાં કેદારની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સ્થાન આપી શકે છે. વર્લ્ડ કપ દરમિયાન કેદાર જાદવે ખાસ પરફોર્મન્સ આપ્યું નથી જેના કારણે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળી શકે છે.

World Cup: બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડરની એન્ટ્રી થઇ શકે
થઈ શકે રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં આજે મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહત્વની મેચ રમાશે. બંને ટીમ માટે આ મહત્વની મેચ છે. પરંતુ ટીમ ઇન્ડિયા માટે એટલા માટે મહત્વની છે કે જો આજે ભારત જીતશે તો સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લેશે. બાંગ્લાદેશ માટે જો અને તોની સ્થીતી છે. જોકે બાંગ્લાદેશની ટીમ મોટા અપસેટ માટે જાણીતી છે.

મહત્વનું છે કે ભારતીય ટીમને આ મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ઇજાના કારણે વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. ત્યારે તેની જગ્યાએ મયંક અગ્રવાલને સ્થાન મળ્યું છે. તો એવું પણ માનવામા આવી રહ્યું છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં કેદારની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સ્થાન આપી શકે છે. વર્લ્ડ કપ દરમિયાન કેદાર જાદવે ખાસ પરફોર્મન્સ આપ્યું નથી જેના કારણે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળી શકે છે.

મેચ પહેલા ભારતીય ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે પણ ટીમમાં બદલાવના સંકેત આપયા હતા. બાંગરે કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ ટીમમાં બદલાવ કરવાનું વિચારી રહી છે. જ્યારે રિપોર્ટર્સ દ્વારા કેદાર જાદવને રિપ્લેસ કરવા વિશે પૂછ્યુ ત્યારે સંજય બાંગરે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. માનવમાં આવી રહ્યું છે કે, ટીમમાં રવિન્દ્ર જાડેજા સાથે ત્રણ ફાસ્ટ બોલરોને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. મેચ પહેલા ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમારને ફીટ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: લોકો ધોની પર કેમ પ્રશ્નો કરી રહ્યા છે તે સમજાતું નથી : સંજય બાંગર

રવિન્દ્ર જાડેજાને અત્યાર સુધી એક પણ મેચમાં સ્થાન આપવામાં આવ્યું નથી તેમ છતા ટીમ માટે સારી ફિલ્ડીંગ કરતા જોવા મળ્યા છે. ઈંગ્લેન્ડ સામે પણ રવિન્દ્ર જાડેજા તેમની જોરદાર ફિલ્ડીંગની મદદથી પોતાની હાજરી દર્શાવી હતી ત્યારે હવે બોલિંગ અને બેટિંગથી પણ પરફોર્મન્સ આપતા જોવા મળી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK