World cup:Ind Vs Eng ભારતના આ ખેલાડીઓને નહીં મળે સ્થાન

લંડન | Jun 30, 2019, 12:08 IST

વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ સામસામે ટકરાશે. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ભારત જ એક માત્ર ટીમ છે, જે એક પણ મેચ નથી હારી. ત્યારે ભારત ઈંગ્લેન્ડને પણ હરાવીને સેમીફાઈનલની દાવેદારી મજબૂત કરવા માટે ઉતરશે.

World cup:Ind Vs Eng ભારતના આ ખેલાડીઓને નહીં મળે સ્થાન

વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ સામસામે ટકરાશે. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ભારત જ એક માત્ર ટીમ છે, જે એક પણ મેચ નથી હારી. ત્યારે ભારત ઈંગ્લેન્ડને પણ હરાવીને સેમીફાઈનલની દાવેદારી મજબૂત કરવા માટે ઉતરશે. તો ઈંગ્લેન્ડ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડ જો આ મેચ હારી જશે તો તેના માટે સેમીફાઈનલની રાહ મુશ્કેલ થઈ જશે. જો કે ભારતઆ મેચ જીતવા માટે શક્ય તમામ કોશિશ કરશે. અને પ્લેઈંગ ઈલેવન પણ મેદાન અને ઈંગ્લેન્ડનો સામનો કરવા ખાસ તૈયાર કરાશે.

જો પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો બારત બીજા નંબરે છે, અને ઈંગ્લેન્ડ 8 પોઈન્ટ સાથે ચોથા નંબર છે. ત્યારે ઈંગ્લેન્ડ માટે આ મેચ જીતવી જરૂરી છે. ભારત સામે ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના ફોર્મનો પડકાર છે. બોલર્સ સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેન સતત ફ્લોપ થઈ રહ્યા છે. છેલ્લી બંને મેચ ભારતે પોતાની બોલિંગના આધારે જીતી છે.

ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે, તેમની જગ્યાએ આવેલા શમી સારું પ્રદર્શન કરી રહ્યા છે, અને એક હેટ્રિક પણ લઈ ચૂક્યા છે. જો કે બેટ્સમેનોમાં રોહિત શર્મા છેલ્લી બે મેચથી સતત જલ્દી આઉટ તઈ રહ્યા છે, વિજય શંકર પણ ખાસ પ્રદર્શન નથી કરી શક્યા.

એવામાં વિજય શંકરના સ્થાને રિષભ પંતને સામેલ કરાઈ શકે છે. દિનેશ કાર્તિક અને રવિન્દ્ર જાડેજાને પણ હજી સ્થાન થી મળ્યું. એટલે ભારતના 15માંથી ચાર ખેલાડી દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર અને ભુવનેશ્વરને ઈંગ્લેન્ડ સામે રમવાની તક મળે તેવી શક્યતા ઓછી છે.

શિખર ધવનની ઈન્જરી બાદ રિષભ પંચ પર વિશ્વાસ મુકાઈ શકે છે. રિશભ પંતને ચાન્સ મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભારત સામે પોતાના મિડલ ઓર્ડરનું પ્રદર્શન સુધારવાનો પડકાર છે. ટોપ ઓર્ડરની ઝડપથી વિકેટ પડી ગયા બાદ મિડલ ઓર્ડર પણ ધ્વસ્ત થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

કેદાર જાધવ, રોહિત શર્મા, રિષભ પંત, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડયા, લોકેશ રાહુલ, એમ. એસ. ધોની

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK