સશક્ત ન્યુ ઝીલૅન્ડ સામે આજે મુકાબલો કરી શકશે શ્રીલંકા?

કાર્ડિફ | Jun 01, 2019, 09:56 IST

ઇંગ્લૅન્ડના કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં કૅન વિલિયમસનની ટીમ દિમુથ કરુણારત્નેની નબળી ટીમ સામે મોટો વિજય મેળવીને ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરવા ઊતરશે

સશક્ત ન્યુ ઝીલૅન્ડ સામે આજે મુકાબલો કરી શકશે શ્રીલંકા?
New Zealand vs Sri Lanka

૨૦૧૫ના વર્લ્ડ કપની રનર્સ-અપ ન્યુ ઝીલૅન્ડની ટીમ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં ખરાબ ફૉર્મ અને અન્ય વિવાદનો સામનો કરી રહેલી શ્રીલંકાની ટીમ સામે મુકાબલો કરશે. શ્રીલંકાએ વર્લ્ડ કપની તૈયારી માટે ગયા મહિને સ્કોટલૅન્ડ સામે બે વન-ડેની સિરીઝ રમી હતી જેમાં પહેલી મૅચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજી મૅચમાં શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૨૨ રન બનાવીને ૩૫ રનથી વિજય મેળવ્યો હતો.

કિવીઓ પાસે આક્રમક બૅટ્સમેનોની ફોજ છે. માર્ટિન ગપ્ટિલ, રોસ ટેલર, કોલિન ગ્રાંડહોમ, કૅન વિલિયમસન છે જ્યારે શ્રીલંકા પાસે અનુભવી એન્જેલો મેથ્યુઝ, લાહિરુ થિરિમાને, કુશળ પરેરા, કુશળ મેન્ડિસ જેવા બૅટ્સમેનો છે જે લાંબી ઇનિંગ રમવા સક્ષમ છે. કિવીઓ પાસે ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉધી જેવા ક્લાસ બોલરો છે જ્યારે લંકા પાસે અનુભવી લસિથ મલિન્ગા છે.

ન્યુ ઝીલૅન્ડની સંભવિત ઇલેવન : માર્ટિન ગપ્ટિલ, રોસ ટેલર, કૅન વિલિયમસન (કૅપ્ટન), કોલિન મનરો, કોલિન ગ્રાંડહોમ, ટોમ લૅથમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, ટિમ સાઉધી, લોકી ફગુર્સન, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ.

આ પણ વાંચો : World Cup 2019: 7 વિકેટથી જીતી વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાનનો પરાજય

શ્રીલંકાની સંભવિત ઇલેવન : દિમુથ કરુણારત્ને, આવિષ્કા ફર્નાન્ડો, લાહિરુ થિરિમાને, કુશળ પરેરા, કુશળ મેન્ડિસ, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડીસિલ્વા, સુરંગા લકમલ, લસિથ મલિન્ગા, નુવાન પ્રદીપ અને જેફરસે વંડરસે.                     

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK