મહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર?

ન્યુ દિલ્હી | Jul 16, 2019, 12:03 IST

વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે હાર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસની ઘણી અટકળો ચાલી રહી છે.

મહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર?
મહેન્દ્રસિંહ ધોની

વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે હાર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસની ઘણી અટકળો ચાલી રહી છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે હાલમાં સંન્યાસ લેવા વિશે ન વિચારતો હોય, પરંતુ એ વાતના પૂરા સંકેત મળવાનું શરૂ થઈ ગયું છે કે હવે ધોનીની કારકિર્દી લગભગ ખતમ થઈ ચૂકી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની પસંદગીનો સમય આવી ગયો છે, પરંતુ એમાં ધોનીને પસંદ કરવામાં નહીં આવે એવી ચર્ચા છે.

વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને અમુક મૅચ સુધી આરામ આપવામાં આ‍વશે. શિખર ધવન રમશે કે નહીં એ વિશે કોઈ ચર્ચા નથી. ધોનીને પણ આરામ અપાશે એવી ચર્ચા હતી, પરંતુ એ ખરેખર આરામ છે કે તેને ટીમમાંથી બહાર કાઢવાનો નવો નુસખો છે એ જોવું રહ્યું. આ વખતના વર્લ્ડ કપમાં ધોનીની સ્લો બૅટિંગને લઈને ઘણી ટીકા થઈ હતી. ઇંગ્લૅન્ડ સાથે રમાયેલી મૅચમાં ધોનીએ ૩૧ બૉલમાં ૪૨ રન કર્યા હતા. ધોનીએ ઇનિંગની શરૂઆત ઘણી ધીમી કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં કેટલાક જોરદાર ફટકા માર્યા હતા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

આ પણ વાંચો : રવિ શાસ્ત્રીએ કોચ પદ માટે પણ ભરવું પડશે ફૉર્મ

સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બૅટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાતચીત કરશે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે તેઓએ ઇશારામાં એવા સંકેત આપી દીધા છે કે હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી પૂગ્યો છે. તેની જગ્યા હવે રિષભ પંતને આપી દેવી જોઈએ એવું સિલેક્ટરો માની રહ્યા હોવાની ચર્ચા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK