World Cup 2019:પહેલી મેચમાં કોહલીના રમવા પર સસ્પેન્સ, આ છે કારણ

Jun 02, 2019, 16:39 IST

ટીમ ઈન્ડિયા અને ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીના રમવા અંગે સસ્પેન્સ સર્જાયું છે.

World Cup 2019:પહેલી મેચમાં કોહલીના રમવા પર સસ્પેન્સ, આ છે કારણ
વિરાટ કોહલી ઈજાગ્રસ્ત

વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો છે, અને ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે છે. ભારતના વર્લ્ડ કપના અભિયાનને શરૂ થવાના આડે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ટીમ ઈન્ડિયા અને ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીના રમવા અંગે સસ્પેન્સ સર્જાયું છે. મળતી માહિતી પ્રમાણે વિરાટ કોહલી સાઉથમ્પટનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

વિરાટ કોહલીને અંગૂઠામાં ઈજા થઈ હતી અને ચર્ચા છે કે કદાચ વર્લ્ડ કપની પહેલી મેચમાં રમી નહીં શકે. આ સમાચારથી ક્રિકેટ ફૅન્સમાં ઉદાસી છવાઈ ગઈ હતી, પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે તેઓ પૂરી રીતે ઠીક છે અને પ્રોટિયાઝના વિરૂદ્ધ આ વર્લ્ડ કપના પહેલા મુકાબલામાં રમશે. પીટીઆઈના એક સૂત્રના મુજબ બેટ્સમેનની પ્રેક્ટિસ દરમિયાન વિરાટના અંગૂઠામાં ઈજા થઈ ગઈ હતી, પરંતુ હવે તેઓ સારા છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પહેલો મુકાબલો 5 જૂનના રોજ સાઉથ આફ્રિકા સામે થવાનો છે. તેમજ તેના ત્રણ દિવસ પહેલાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યાં રહ્યા છે કે વિરાટ કોહલી પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને તેના જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. વિરાટ કોહલી પહેલાં વિજય શંકર અને કેદાર જાધવ પણ ઈજાગ્રસ્ત થયા હતા. હાલ બન્ને ફિટ છે, પરંતુ પહેલી મેચમાં તેઓ રમશે કે નહીં તે અંગેની માહિતી મળી નથી. 

આ પણ વાંચો : વર્લ્ડ કપથી સ્ટાર ચૅનલને 1800 કરોડની કમાણી થઈ શકે

ઈજા બાદ વિરાટ કોહલી ફિઝિયોથેરેપી ટ્રીટમેન્ટ લેતા જોવા મળ્યા હતા. અંગૂઠા પર સ્પ્રે કર્યું હતુ અને જ્યાં ઈજા થઈ ત્યા બરફ ઘસતા જોવા મળ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK