World Cup:ભુવનેશ્વર કુમાર નહીં રમે આટલી મેચ

લંડન | Jun 17, 2019, 15:46 IST

ટીમ ઈન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને ફરી એકવાર વર્લ્ડ કપમાં કારમો પરાજય આપ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ડકવર્થ લુઈસ નિયમને આધારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી દીધું.

World Cup:ભુવનેશ્વર કુમાર નહીં રમે આટલી મેચ

ટીમ ઈન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને ફરી એકવાર વર્લ્ડ કપમાં કારમો પરાજય આપ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ડકવર્થ લુઈસ નિયમને આધારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી દીધું. જો કે ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ભલે આ ખુશીનો મોકો હોય, પરંતુ આ મેચ સાથે સાથે એક નિરાશાના સમાચાર પણ આપી ગઈ છે. મેચમાં ઈન્જર્ડ થનાર ભુવનેશ્વર કુમારન આગામી કેટલાકી મેચમાંથી બહાર થઈ શકે છે.

પાકિસ્તાન સામેની મેચમાં ભુવનેશ્વર કુમારને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જેને કારણે 2.4 ઓવર નાખ્યા બાદ ભુવનેશ્વરને મેદાન છોડવું પડ્યું હતું. બાદમાં ભુવનેશ્વરની ઓવર્સ વિજય શંકરે પૂરી કરી હતી. વિરાટ કોહલીએ મેચ બાદ નિવેદન આપ્યું હતું કે ભુવનેશ્વર કુમારની જગ્યાએ હવે આગામી મેચમાં મોહમ્મદ શમી ટીમનો હિસ્સો બનશે.

વિરાટ કોહલીએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું,'ભુવનેશ્વરની માંસપેશીઓમાં ખેંચ આવી ગઈ છે. તે બેથી ત્રણ મેચ માટે બહાર બેસી શકે છે. પરંતુ ટુર્નામેન્ટમાં આગળના મુકાબલા માટે ભુવનેશ્વર કુમાર પાછા ટીમમાં આવી જશે. ટીમ ઈન્ડિયા માટે આ ખૂબ જ જરૂરી છે. ' વિરાટ કોહલીએ કહ્યું,'મોહમ્મદ શમી પણ આગળની મેચ માટે તૈયાર છે. અફ્ઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ તે હાજર રહેશે.'

આ પણ વાંચોઃ સ્વિંગ કિંગ ભુવનેશ્વર પત્નીના પ્રેમથી થયો ક્લીન બોલ્ડ, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા માટે ભુવનેશ્વરની ઈજા એ મોટો ઝટકો છે. આ પહેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પણ ઈજાને કારણે ટીમની બહાર છે. અંગૂઠામાં ઈજાને કારણે શિખર ધવન પણ ત્રણ મેચ માટે બહાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK