જીત કે હારને વાલે કો પાકિસ્તાન કહતે હૈં, બાંગ્લાદેશ 221 રને ઑલઆઉટ

Published: Jul 06, 2019, 09:40 IST | લંડન

રેકૉર્ડબ્રેકર શાકિબના ૬૪ રનની સાથે શાહિન આફ્રિદીએ પાકિસ્તાન વતી વર્લ્ડ કપ ઇતિહાસમાં ૩૫ રનમાં ૬ વિકેટ લઈને બેસ્ટ બોલિંગ કરી : આ વર્લ્ડ કપમાં પાંચથી વધુ વિકેટ લેનાર બન્યો યંગેસ્ટ બોલર

શાહિન આફ્રિદી
શાહિન આફ્રિદી

વન-ડે ક્રિકેટના હાલના નંબર વન ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનના ૬૪ રન છતાં પાકિસ્તાને બંગલા દેશને ૯૪ રનથી હરાવીને વર્લ્ડ કપમાંથી જીત સાથે વિદાય લીધી હતી. ૧૯૯૯ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવનાર બંગલા દેશે રેગ્યુલર અંતરે વિકેટો ગુમાવતાં ૨૨૧ રને ઑલઆઉટ થયું હતું. ૧૯ વર્ષના શાહિન આફ્રિદીએ ૧૯મી વન-ડેમાં ૩૫ રનમાં ૬ વિકેટ લઈને વર્લ્ડ કપમાં ૬ વિકેટ લેનાર યંગેસ્ટ બોલર બન્યો હતો.

જોરદાર બૅ‌ટિંગ

ટૉસ જીતીને પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ એહમદે બંગલા દેશ સામે પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સેમી ફાઇનલમાં પહોંચવાની સાવ નજીવી આશા સાથે લૉડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ૧૯૯૨ના વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૧૯ રન બનાવ્યા હતા. ઇમામ-ઉલ-હકે ૧૦૦ અને બાબર આઝમે ૯૬ રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે ૧૫૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. ડેથ ઓવરમાં ઇમાદ વસિમે ૨૬ બૉલમાં ૪૩ રન બનાવ્યા હતા જેમાં ૩૦ રન તો ફક્ત બાઉન્ડ્રીઝના હતા. મુસ્તાફિઝુર રહેમાને આ વર્લ્ડ કપમાં બીજી વખત પાંચ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : ધોની અને કોહલી બેટ પર સ્ટીકર લગાડવાનો કેટલો લે છે ચાર્જ, જાણો અહીં

શાકિબે તોડ્યો સચિનનો વર્લ્ડ રેકૉર્ડ

૮ મૅચમાં ૮૬.૫૭ની ઍવરેજથી ૬૦૬ રન બનાવનાર બંગલા દેશના શાકિબ-અલ-હસને લીગ રાઉન્ડમાં હાઇએસ્ટ રન બનાવવાનો સચિન તેન્ડુલકરનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. સચિને ગ્રુપ-સ્ટેજમાં ૫૮૬ અને મૅથ્યુ હેડને ૫૮૦ રન બનાવ્યા હતા. જોકે આજે રોહિત શર્મા, ડેવિડ વૉર્નર અને ઍરોન ફિન્ચ પાસે શાકિબને પાર કરવાનો મોકો છે. બંગલા દેશમાં એક જ વર્લ્ડ કપમાં ૬૦૬ રન બનાવનાર પણ તે પહેલો પ્લેયર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK