World Cup: શમીએ લીધી હેટ્રિક, તેમ છતાં બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ મેચ!

Published: Jun 23, 2019, 16:19 IST

મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક સાથે કુલ 4 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન સામેની મેચમાં મોહમ્મદ શમીએ 4 જ્યારે બુમરાહે 2 વિકેટ ઝડપી હતી તેમ છતા પ્લેયર ઓફ ધ મેચ બુમરાહના નામે રહ્યું હતું.

અફઘાનિસ્તાન સામે  બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ મેચ
અફઘાનિસ્તાન સામે બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ મેચ

22 જૂને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી હતી. રોમાંચક મેચના અંતે ભારતે અફઘાનિસ્તાન સામે 11 રને વિજય મેળવ્યો હતો. આ મેચના હીરો રહ્યા મોહમ્મદ શમી. મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક સાથે કુલ 4 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન સામેની મેચમાં મોહમ્મદ શમીએ 4 જ્યારે બુમરાહે 2 વિકેટ ઝડપી હતી તેમ છતા પ્લેયર ઓફ ધ મેચ બુમરાહના નામે રહ્યું હતું. 4 વિકેટ ઝડપ્યા પછી પણ મોહમ્મદ શામીને મેન ઓફ ધી મેચ ન મળવાના કારણે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ઈંગ્લેન્ડના સાઉધ્મ્ટનના મેદાન પર રમાયેલી મેચમાં ભારતે 50 ઓવરમાં માત્ર 224 રન બનાવ્યા હતા. 225 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ શરૂઆતથી જ પ્રેશરમાં જોવા મળી હતી આખરે છેલ્લી ઓવરમાં મોહમ્મદ શામીએ જ્યારે હેટ્રિક લીધી ત્યારે ભારતે જીત નિશ્ચિત કરી હતી. મોહમ્મદ શામીએ છેલ્લી ઓવરમાં નબીની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: અમ્પાયર સાથે દલીલો કરવા બદલ ICCએ કોહલીને ફટકાર્યો ભારે દંડ

બુમરાહે બેટ્સમેન રહેમત શાહ અને હશ્મતુલ્લાહના રૂપે મહત્વની વિકેટ ઝડપી હતી. બુમરાહે 2 મહત્વની વિકેટ સાથે સાથે અફઘાનિસ્તાનના રનની ગતિને પણ રોકી રાખી હતી. બુમરાહે એવા સમયે વિકેટ ઝડપી હતી જ્યારે ભારતને વિકેટની જરુર હતી. જો બન્ને અફઘાનિસ્તાનના બન્ને પ્લેયર ટક્યા હોત તો ભારતની હાર નિશ્ચિત હતી. ક્રુશિયલ સમયમાં ટીમમાં ધમાકેદાર પ્રદર્શન કરતા બુમરાહે અફઘાનિસ્તાનને રન બનાવતા રોક્યા હતા. બુમરાહના દબાવના કારણે ભારત અફઘાનિસ્તાન સામે જીતવામાં સક્ષમ કરી હતી. જેના કારણે શામીની જગ્યાએ બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK