કેપ્ટન વિરાટ કોહલીને અનોખી રીતે આપ્યા તેમની સ્કૂલે આશીર્વાદ

Jun 08, 2019, 17:15 IST

લોકો અલગ અલગ રીતે વિરાટ કોહલી બ્રિગેડની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. 1983 અને 2011 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીની ટીમ પાસેથી આશા રખાઈ રહી છે કે આ વર્ષે ઈહાસ ફરી લખાશે. દેશભરના લોકોની સાથે વિરાટ કોહલીની બાળપણની સ્કૂલ પણ આ પ્રાર્થનાઓમાં સામેલ છે

કેપ્ટન વિરાટ કોહલીને અનોખી રીતે આપ્યા તેમની સ્કૂલે આશીર્વાદ
ધ રનમશીન વિરાટ કોહલી

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન વિરાટ કોહલી હાલ ઈંગ્લેન્ડમા વર્લ્ડ કપ રમી રહ્યા છે. દેશભરમાંથી વિરાટ કોહલી અને ભારતીય ટીમને જીત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. લોકો અલગ અલગ રીતે વિરાટ કોહલી બ્રિગેડની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. 1983 અને 2011 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીની ટીમ પાસેથી આશા રખાઈ રહી છે કે આ વર્ષે ઈતિહાસ ફરી લખાશે. દેશભરના લોકોની સાથે વિરાટ કોહલીની બાળપણની સ્કૂલ પણ આ પ્રાર્થનાઓમાં સામેલ છે.

દિલ્હી સ્થિત વિરાટ કોહલીની બાળપણની સ્કૂલ અનોખી રીતે ટીમ ઈન્ડિયા માટે પોતાનું સમર્થન દર્શાવી રહી છે. કોહલીને આશીર્વાદ આપવા માટે સ્કૂલની માટીને લંડન મોકલવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ દિલ્હીના ઉત્તમ નગર સ્થિત વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાંથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. સ્ટાર સ્પોર્ટ્સે આ વિશે માહિતી આપતા ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, વિરાટ કોહલીની સ્કૂલની માટી કે જ્યા તે ક્રિકેટ શિખ્યા, તેમને આશીર્વાદ આપવા લંડન લઈને જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: World Cup: અત્યાર સુધી આટલી મેચ થઈ છે રદ્દ, પછી બન્યો આ ઈતિહાસ

કોહલીએ ધોરણ-8 સુધી વિશાલ ભારતી સ્કૂલમાંથી શિક્ષણ લીધું હતું અને ત્યારબાદ સેવિયર કૉન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા. સ્કૂલ દરમિયાન 1998માં વિરાટ કોહલીએ પશ્ચિમ દિલ્હી ક્રિકેટ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો. કોચ રાજકુમાર શર્મા પાસેથી કોચિંગ મેળવ્યું હતું. રન મશીન વિરાટે 2008માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. 11 વર્ષના ક્રિકેટ કરીઅરમાં વિરાટ કોહલી અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK