ક્રિકેટના દરેક ફૉર્મેટમાં રન-મશીન કોહલી બેસ્ટ છે : લારા

Updated: Jul 05, 2019, 11:53 IST | નવી મુંબઈ

વેસ્ટ ઇન્ડીઝ ટીમના મહાન ખેલાડી બ્રાયન લારાએ હાલમાં ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીને લઈને કહ્યું છે કે આજના ક્રિકેટ જગતમાં દરેક પ્રકારના ફૉર્મેટમાં વિરાટ કોહલી બેસ્ટ પ્લેયર છે.

બ્રાયન લારા
બ્રાયન લારા

વેસ્ટ ઇન્ડીઝ ટીમના મહાન ખેલાડી બ્રાયન લારાએ હાલમાં ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીને લઈને કહ્યું છે કે આજના ક્રિકેટ જગતમાં દરેક પ્રકારના ફૉર્મેટમાં વિરાટ કોહલી બેસ્ટ પ્લેયર છે. બીજા શબ્દોમાં તેણે કોહલીને રન-મશીન કહીને પણ સંબોધ્યો હતો. થોડા દિવસ પહેલાં છાતીમાં દુ:ખાવાને લીધે લારાને હૉસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી સાજા થઈને ફરીથી કૉમેન્ટેટરની ડ્યુટી પર પહોંચેલા લારાએ નવી મુંબઈના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેણે કોહલીનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. જોકે લારાએ પોતાના ઑલ ટાઇમ ફેવરિટ પ્લેયર તરીકે સચિન તેન્ડુલકરનું જ નામ સૂચવ્યું હતું. લારાના શબ્દોમાં કહીએ તો ‘વિરાટ રન-મશીન છે પણ માફ કરજો, મારો ફેવરિટ પ્લેયર સચિન જ છે. દરેક ફૉર્મેટની વાત કરું તો કોહલી અને આખા ક્રિકેટ જગત વચ્ચે ઘણું અંતર છે. રોહિત શર્માને આ વર્લ્ડ કપમાં ચાર સેન્ચુરી મળી, બૅરસ્ટોએ ઇતિહાસ સર્જ્યો કે બીજું કંઈ પણ હોય, એ વિરાટ કોહલી જ છે જે ટી૨૦, ટી૧૦, ૧૦૦ બૉલ ક્રિકેટ કે ટેસ્ટ ક્રિકેટમાં સારો રેકૉર્ડ ધરાવે છે.’

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

લારાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કુલ ૨૨,૩૫૮ રન કર્યા છે જેમાં એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચના ૧૧,૯૫૩ રન સામેલ છે. સચિનની વાત કરતાં લારાએ કહ્યું હતું કે ‘ક્રિકેટની દુનિયામાં તેન્ડુલકરનું યોગદાન મહત્ત્વનું છે. એક સમય હતો જ્યારે ભારતીય પ્લેયરો બધી પિચ પર પર્ફોર્મ નહોતા કરી શકતા, પણ તે સચિન હતો જેણે પ્લેયરોની પિચ પ્રત્યેની માનસિકતા તોડી. તે દરેક પિચ પર શ્રેષ્ઠ હતો અને આજે દરેક ભારતીય પ્લેયર દરેક સરફેસ પર સારા પર્ફોર્મર છે.’

આ પણ વાંચો : World Cup 2019: અમદાવાદની મહિલાએ લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા

વેસ્ટ ઇન્ડીઝની ટીમ હાલમાં સેમી ફાઇનલમાંથી બહાર થઈ છે જેના અનુસંધાનમાં લારાએ કહ્યું હતું કે ‘દરેક દેશની દરેક ટીમ દરેક પ્રકારના સમયમાંથી પસાર થતી હોય છે. અમારા માટે હમણાં કપરો સમય છે અને કદાચ એ થોડા સમય માટે હજી રહી પણ શકે છે જે દુ:ખદ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK