કોહલીની સેના પહોંચી જંગલમાં, ઉપાડી ગન અને કર્યું ફાયરીંગ

Jun 04, 2019, 14:44 IST

ધોની, વિરાટ કોહલી સહિત ભારતીય ટીમે પેન્ટબોલની મોજ માણી હતી. પેન્ટબોલની તસવીરો ભારતીય ફાસ્ટબોલર જસપ્રીત બુમરાહે શૅર કરી હતી જેમાં વિરાટ કોહલી, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા , કુલદિપ યાદવ સહિત ખેલાડીઓએ પેન્ટબોલ રમી હળવાશની પળો માણી હતી.

કોહલીની સેના પહોંચી જંગલમાં, ઉપાડી ગન અને કર્યું ફાયરીંગ

ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડ કપ 2019 માટે ઈંગ્લેન્ડ છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 5 જૂને સાઉથ આફ્રિકા સામે સાઉથેમ્પટનના રોજ બાઉલ મેદાન પર રમશે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ નેટ્સ પર ખાસ પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ આવી મહત્વની ટુર્નામેન્ટમાં પણ ટીમ ઇન્ડિયા પ્રેસર હળવું કરવા માટે અને રીલેક્સ થવા માટે શહેરમાં લટાર મારવા માટે ઉપડી પડે છે. ભારતીય ટીમ હાલમાં જ હળવાશના પળો માણવા પેન્ટબોલ રમવા જંગલ પહોંચી હતી. ભારતીય ટીમની પેન્ટબોલ રમતા તસવીરો વાયરલ થઈ હતી. જેમાં ભારતીય ટીમના પ્લેયર્સ બંદૂકો લઈને જંગલના રસ્તે જઈ રહ્યા હતા.

ધોની-કોહલીએ પણ પેન્ટબોલની મોજ માણી

ધોની, વિરાટ કોહલી સહિત ભારતીય ટીમે પેન્ટબોલની મોજ માણી હતી. પેન્ટબોલની તસવીરો ભારતીય ફાસ્ટબોલર જસપ્રીત બુમરાહે શૅર કરી હતી જેમાં વિરાટ કોહલી, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા , કુલદિપ યાદવ સહિત ખેલાડીઓએ પેન્ટબોલ રમી હળવાશની પળો માણી હતી.

પેન્ટબોલમાં ફેસ પર માસ્ક પહેરીને ખેલાડીઓએ એકબીજા પર ધના-ધન પેન્ટ બોલનો મારો કર્યો હતો. આ રમતમાં બે ટીમના પ્લેયર્સ એક બીજા પર પેન્ટબોલથી હુમલો કરે છે અને જેને પેન્ટબોલ વાગે તે ટીમમાંથી બહાર થાય છે. અહી પ્લેયર્સને છુપાવવા માટે બંકર, દિવાલો પણ બનાવવામાં આવે છે તેની મદદથી પ્લેયર્સ પોતાનો બચાવ કરી શકે છે.

ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત દ.આફ્રિકા સામે કરશે

ભારતીય ટીમ વર્લ્ડ કપના અભ્યાસ મેચમાં પહેલી જ મેચ ન્યુઝીલેન્ડ સામે હારી ગઇ હતી. જ્યારે બીજી અભ્યાસ મેચમાં બાંગ્લાદેશ સામે 95 રને જીત મેળવી આત્મવિશ્વાસ વધાર્યો હતો. ભારતીય ટીમ માટે રાહતની વાત એ છે કે મિડલ ઓર્ડરમાં ધોની અને લોકેશ રાહુલ ફોર્મમાં છે. જો કે આ બન્ને મેચોમાં ભારતીય ઓપનિંગ જોડી શિખર અને રોહિત શર્મા નિષ્ફળ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK