ઇંગ્લૅન્ડમાં 'ભારત' જોવા માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમને સલમાને કહ્યું થૅન્ક યુ

Jun 13, 2019, 16:52 IST

સલમાન ખાને ઇન્ડિયન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ ૨૦૧૯ની વચ્ચે સમય કાઢીને ઇંગ્લૅન્ડમાં ‘ભારત’ જોઈ એ બદલ થૅન્ક યુ કહ્યું છે.

ઇંગ્લૅન્ડમાં 'ભારત' જોવા માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમને સલમાને કહ્યું થૅન્ક યુ
ઇન્ડિયન ક્રિકેટ ટીમ

સલમાન ખાને ઇન્ડિયન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ ૨૦૧૯ની વચ્ચે સમય કાઢીને ઇંગ્લૅન્ડમાં ‘ભારત’ જોઈ એ બદલ થૅન્ક યુ કહ્યું છે. કૅટરિના કૈફ અભિનીત આ ફિલ્મ જોયા બાદ ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથેનો એક ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને કેદાર જાધવે ટ્વીટ કર્યું હતું કે ‘ભારતની ટીમ ‘ભારત’ મૂવી બાદ.

આ પણ વાંચો : આફ્રિદીએ માર્યા લાફા ત્યારે આમિરે કબૂલાત કરી સ્પૉટ ફિક્સિંગની વાત

ભારતીય ક્રિકેટ ટીમનો આભાર વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર સલમાન ખાને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘ભારત’ને પસંદ કરવા માટે ભારતની ટીમને થૅન્ક યુ. ‘ભારત’ જોવા માટે તમારો આભાર. ઇંગ્લૅન્ડમાં તમારી આવનારી મૅચિસ માટે શુભકામનાઓ. આખું ભારત તમારી સાથે છે. ભારત જીતશે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK