World cup 2019: ચોથા સ્થાન માટે લંકાનો વિન્ડીઝ સામે મુકાબલો

Published: Jul 01, 2019, 12:09 IST | ચેસ્ટર લે સ્ટ્રીટ

જો શ્રીલંકા બન્ને મૅચ જીતે અને પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ, બંગલા દેશ તેમની તમામ મૅચો હારે તો જ લંકા સેમી ફાઇનલમાં પહોંચી શકે

ગણિતીય રીતે સેમી ફાઇનલમાં પહોંચવાની શક્યતા ધરાવતી શ્રીલંકા આજે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકેલી વેસ્ટ ઇન્ડીઝને મોટા માર્જિનથી હરાવવાનો પ્રયત્ન કરશે. શ્રીલંકાના યજમાન ઇંગ્લૅન્ડ સામે ૨૦ રનના વિજયે તેમની સેમી ફાઇનલમાં પહોંચવાની આશામાં ઉમેરો કર્યો હતો છતાં તેઓ સાઉથ આફ્રિકા સામે ૯ વિકેટથી હારતાં સ્ટ્રગલ પૉઇન્ટ પર આવી ગયા હતા. કુશલ પરેરા અને કૅપ્ટન દિમુથ કરુણારત્ને સિવાય એકેય લંકન બૅટ્સમૅન આ ટુર્નામેન્ટમાં ૧૧૦ રનથી વધુ રન નથી બનાવી શક્યો.

આઇપીએલમાં શાનદાર પર્ફોર્મ કરનાર વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પાકિસ્તાનને ૧૦૫ રને ઑલઆઉટ કર્યા પછી સતત કંગાળ પર્ફોર્મ કરી રહ્યાં છે. ૭ મૅચમાં ફક્ત એક જીત અને ૩ પૉઇન્ટ્સ સાથે કૅરિબિયન ટીમ નવમા ક્રમે છે. ટુર્નામેન્ટની શરૂઆત વખતે એવું લાગતું હતું કે વિન્ડીઝ સરપ્રાઇઝ પૅકેજ છે, કારણ કે વૉર્મ-અપ મૅચમાં તેમણે ૪૨૧ રન બનાવીને કિવીઓને પરાજય આપ્યો હતો.
ફક્ત ગર્વ માટે રમનાર વિન્ડીઝના પાવરહિટરો કિસ ગેઇલ, કાર્લોસ બ્રેથવેટ અને શાઈ હોપ જો પોતાના અસલ ફૉર્મમાં તોફાની બૅટિંગ કરે તો લંકાએ પરાજયનો સામનો કરવો પડી શકે છે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન હેડ કોચ ફ્લોયડ રાઇફલે કહ્યું, ‘ટીમ મીટિંગમાં નક્કી કર્યું છે કે અમે ટુર્નામેન્ટનો અંત શાનદાર જીત મેળવીને કરીશું.’ આજે રિવરસાઇડ ગ્રાઉન્ડમાં વરસાદ આવવાની સંભાવના નહીંવત્ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK