વર્લ્ડ કપ 2019માં પહેલી જીત માટે સાઉથ આફ્રિકા કરશે અફઘાનિસ્તાનનો સામનો

Updated: Jun 15, 2019, 15:01 IST | કાર્ડિફ

હાશિમ અમલા પાસે ગુલબદીન નૈબની ટીમ સામે ફૉર્મમાં પાછા ફરવાનો ગોલ્ડન ચાન્સ, રાશિદ ખાનને આઇપીએલનો અનુભવ કામ લાગશે

સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન
સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન

પૉઇન્ટ-ટેબલની છેલ્લી બે ટીમ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન હાલમાં ચાલી રહેલા ૧૨મા વન-ડે વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવવા સોફિયા ગાર્ડન્સમાં આતુર હશે. વર્લ્ડ કપના ઇતિહાસમાં કદાચ પહેલી વખત સેમી ફાઇનલનું દાવેદાર સાઉથ આફ્રિકા પહેલી ૪ મૅચમાંથી એકેય મૅચ જીત્યું નથી. ઇંગ્લૅન્ડ, બંગલા દેશ અને ભારત સામે ૩ સ્ટ્રેઇટ હાર પછી વેસ્ટ ઇન્ડીઝ સામે તેમની મૅચ વરસાદને કારણે રદ થઈ હતી.

અફઘાનિસ્તાનની સ્થિતિ પણ કંઈક આવી જ છે. એણે ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ સામે હાર જોવી પડી છે. જોકે પૉઝિટિવ વાત એ છે કે તેમણે શ્રીલંકાને ૨૦૧ રનમાં ઑલઆઉટ કરવામાં સફળતા મેળવી હતી. અફઘાન ટીમ આફ્રિકાની નબળી સ્થિતિનો ફાયદો ઉઠાવવા ઇચ્છતું હશે, જ્યારે ફૅફ ડુ પ્લેસીની ટીમ પોતાના અસલ અંદાજમાં કમબૅક કરવા થનગનતી હશે. ૨૦૧૫ના વર્લ્ડ કપની સેમી ફાઇનલિસ્ટ ટીમની બૅટિંગ ચિંતાનું કારણ છે. વિન્ડીઝ સામેની વૉશ-આઉટ મૅચમાં તેમણે ૭.૩ ઓવરમાં ૨૯ રનમાં બે કીમતી વિકેટ ગુમાવી હતી.

અફઘાન ટીમ માટે કેગિસો રબાડા અને ઇમરાન તાહિરનો સામનો કરવો આસાન નહીં હોય, જ્યારે આફ્રિકન બૅટ્સમેનો ક્વિન્ટન ડી કૉક અને હાશિમ અમલાએ રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજિબુર રહેમાનનો મુકાબલો કરવો પડશે. હાશિમ અમલા પાસે ફૉર્મમાં પાછા ફરવાનો સુવર્ણ મોકો છે, જ્યારે રાશિદ ખાનને આઇપીએલમાં આફ્રિકન બૅટ્સમેનો સામે બોલિંગ કરવાનો અનુભવ કામ લાગશે.

અફઘાનિસ્તાનની સંભવિત ઇલેવન

નૂર અલી ઝદરન, હઝરતુલ્લાહ ઝઝઈ, રહેમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી, મોહમ્મદ નબી, ગુલબદીન નૈબ (કૅપ્ટન), નજીબુલ્લાહ ઝદરન, રાશિદ ખાન, દૌલત ઝદરન, હમીદ હસન અને મુજિબુર રહેમાન

આ પણ વાંચો : World Cup 2019: ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

સાઉથ આફ્રિકાની સંભવિત ઇલેવન

ક્વિન્ટન ડી કૉક (વિકેટકીપર), હાશિમ અમલા, એઇડન માકરમ, ફૅફ ડુ પ્લેસી (કૅપ્ટન), રેસી વેન ડેર ડુસેન, ડેવિડ મિલર, એન્દિલ ફેહલુકવાયો, ક્રિસ મૉરિસ, કેગિસો રબાડા, ઇમરાન તાહિર અને બોરેન હૅન્ડ્રિક્સ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK