World cup 2019: દ.આફ્રિકા જેવી ટીમના ખેલાડીઓ દરેક વર્લ્ડ કપમાં રોયા છે

May 15, 2019, 11:35 IST

ક્રિકેટ વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તેવામાં એક એવો અનોખા રેકોર્ડ વિશે અમે તમને વાત કરીશું કે લગભગ કોઇ ટીમ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે.

World cup 2019: દ.આફ્રિકા જેવી ટીમના ખેલાડીઓ દરેક વર્લ્ડ કપમાં રોયા છે
દુનિયાની બેસ્ટ ટીમોમાંથી એક છે દ.આફ્રિકાની ટીમ (ફોટો: ICC)

ક્રિકેટ વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તેવામાં એક એવો અનોખા રેકોર્ડ વિશે અમે તમને વાત કરીશું કે લગભગ કોઇ ટીમ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. આ રેકોર્ડ ચોકર્સના નામથી ઓળખાતી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના નામે છે.

દ.આફ્રિકા હજુ સુધી એક પણ વર્લ્ડ કપ જીત્યું નથી

જ્યારે પણ વિશ્વ કપ શરુ હોવાનો હોય છે ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમને સૌથી મજબુત ટીમોમાંથી એક માનવામાં આવે છે. આ એક જ ટીમ છે જેણે દર વખતે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં આવી વર્લ્ડકપના સપના અધૂરા રહેતા રડ્યા હોય. દક્ષિણ આફ્રિકા પણ ઈંગ્લેન્ડની જેમ એક પણ વર્લ્ડકપ જીતી શકી નથી. 1992મા પહેલા વર્લ્ડ કપ રમવા ઉતરેલી આફ્રિકાની ટીમ પર પહેલી વારમાં જ ચોકરનો ટેગ લાગી ગયો હતો જે આજ સુધી નિકળી શક્યો નથી.

ચોકરનો ટેગ હટાવવાનો ટીમમાં મોટો પડકાર

ક્યારેક વરસાદના વિલન બનવાના કારણે તો ક્યારેક મેચ ટાઈ થવાના કારણે તો ક્યારેક ખરાબ ફિલ્ડિંગના કારણે. આ ટીમને દર વખતે ક્વાટર ફાઈનલ અને સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલો વિશ્વકપ જીતવાની આશા રાખતી આ ટીમ સામે ચોકરનો ટેગ હટાવવાની જવાબદારી પણ આ વખતે રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમને કોઈ પણ ટીમ ઓછી આંકવાની ગણતરી કરી શકશે નહી. દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની એબી ડિવિલિયર્સની નિવૃતી બાદ ફાફ ડૂ પ્લેસિસ પર હવે મહત્વની જવાબદારી રહેશે.

દક્ષિણ આફ્રિકાની ફિલ્ડિંગ દુનિયાની બધી જ ટીમો કરતા બેસ્ટ ફિલ્ડિંગ માનવામાં આવે છે. આ સિવાય પણ ટીમ પાસે ફાફ ડૂ પ્લેસીસ, ડિ કૉક, અમલા જેવા બેટ્સમેન છે જે વિરોધી ટીમને બેકફૂટ પર ખસેડવાની ક્ષમતા ધરાવે છે. બેટિંગની સાથે બોલિંગમાં પણ સાઉથ આફ્રિકા સૌથી ફાસ્ટેસ્ટ બોલિંગ અટેક ધરાવે છે. કૈસિગો રબાડા,ડેલ સ્ટેન ઈંગ્લેન્ડની પીચો પર હરીફ ટીમો પર ભારે પડી શકે છે. આ વખતે ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ચોકરનો ટેગ હટાવવા અને તેમનો પહેલો વર્લ્ડ કપ જીતવા માટે નીડર થઈને મેદાન પર રમતી જોવા મળી શકે છે.

આ પણ વાંચો: World Cup 2019:જાણો, ટીમ ઇન્ડિયાની પસંદગી પર આર.જે. હર્ષિલે શું કહ્યું

સાઉથ આફ્રિકાની વર્લ્ડ કપ ટીમ

ડી કૉક, હાશિમ આમલા, ફાફ ડુપ્લેસિસ, રેસે વેન ડેર ડુસેન, ડેવિડ મિલર,ડ્વેન પ્રિસ્ટોરિયસ, એંદિલે ફેલુકવાયો, કૈસિગો રબાડા, તબરજ શમ્સી, લુંગી એન્ગિડી, ઈમરાન તાહિર, જેપી ડ્યૂમિની, એડન માર્કરમ, ડેલ સ્ટેન, એનરિચ નોત્ર્જે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK