World Cup 2019માંથી બહાર થાય બાદ ભાવુક થયો ધવન, કહ્યું આવું

લંડન | Jun 19, 2019, 20:23 IST

ICC Cricket World Cup 2019માંથી બહાર થયા બાદ ઓપનર શિખર ધવન ભાવુક થયા છે. શિખર ધવનની ગેરહાજરીથી ટીમ ઈન્ડિાયને મોટો ઝડકો લાગ્યો છે.

World Cup 2019માંથી બહાર થાય બાદ ભાવુક થયો ધવન, કહ્યું આવું

ICC Cricket World Cup 2019માંથી બહાર થયા બાદ ઓપનર શિખર ધવન ભાવુક થયા છે. શિખર ધવનની ગેરહાજરીથી ટીમ ઈન્ડિાયને મોટો ઝડકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ધવન હવે આગળનો વર્લ્ડ કપ નહીં રમી શકે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારવા દરમિયાન શિખર ધવનને હાથમાં ઈજા પહોંચી હતી. કહેવાઈ રહ્યું હતું કે ધવનને એક કે બે અઠવાડિયામાં આ ઈજામાંથી રાહત મળી શકે છે. જો કે બુધવારે સત્તાવાર રીતે શિખર ધવનને વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવાયા છે.

વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈમોશનલ થયા છે. શિખર ધવને આ મામલે ટ્વિટ પણ કર્યું છે. ધવને પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું છે કે,'હું એ વાતની જાહેરાત કરતા લાગણીશીલ છું કે હું હવે વર્લ્ડ કપ 2019નો ભાગ નથી. દુર્ભાગ્યે મારો અંગૂઠો હજી બરાબર નથી. પરંતુ શૉ મસ્ટ ગો ઓન...'

આ ટ્વિટ સાથે શિખર ધવને એક વીડિયો પણ શૅર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં ધવને લખ્યું છે,'હું ભાગ્યશાળી છું કે મને મારા ટીમ મેટ્સ, ક્રિકેટ લવર્સ અને આખા દેશનો આટલો પ્રેમ અને સમર્થન મળ્યું.' શિખર ધવને આ પોસ્ટના એન્ડમાં હિન્દીમાં જય હિંદ પણ લખ્યું છે.

આ પણ વાંચોઃ World Cup 2019:પાક. સામે જીત બાદ કોહલીને ગિફ્ટ આપવા પહોંચી અનુષ્કા

ઉલ્લેખનીય છે કે શિખર ધવન આ વર્લ્ડ કપની માત્ર 2 મેચ રમ્યો છે. પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે શિખર ધવન બે ફિગર સુધી પણ નહોતા પહોંચી શક્યા. પરંતુ ICC ટુર્નામેન્ટમાં અત્યાર સુધીના સૌથી સફળ ખેલાડી તરીકે ધવને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે કમબેક કરતા સેન્ચ્યુરી ફટકારી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK