પાકિસ્તાન સામે ગબ્બર વગર રમશે ટીમ ઈન્ડિયા

Updated: Jun 11, 2019, 14:42 IST

ઓસ્ટ્રેલિયા સામે શિખર ધવન ધમાકેદાર સેન્ચુરી બનાવી હતી. આ દરમિયાન ઈજાના કારણે થોડા તકલીફમાં જોવા મળ્યા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડીંગ પણ કરી હતી નહી. શિખર ધવનના વર્લ્ડ કપમાંથી બહાર થવાના કારણે ભારતીય ટીમને ફટકો પડ્યો છે

શિખર ધવન 3 અઠવાડિયા માટે ટીમની બહાર
શિખર ધવન 3 અઠવાડિયા માટે ટીમની બહાર

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. શિખર ધવન અંગૂઠાની ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થયા છે. ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરતી વખતે ભારતીય ટીમના ઓપનર શિખર ધવનના અંગૂઠામાં ઈજા થઈ હતી જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડીંગ કરવા પણ ઉતર્યા ન હતા. શિખર ધવનની ઈજાને લઈને વાત કરવામાં આવી રહી હતી જો કે, મંગળવારે શિખરના અંગૂઠાના સ્કેન કરાયા પછી સ્પષ્ટ થયું છે કે, શિખર ધવન 3 અઠવાડિયા માટે વર્લ્ડ કપમાંથી બહાર થયા છે.

ઓસ્ટ્રેલિયા સામે શિખર ધવન ધમાકેદાર સેન્ચુરી બનાવી હતી. આ દરમિયાન ઈજાના કારણે થોડા તકલીફમાં જોવા મળ્યા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડીંગ પણ કરી હતી નહી. શિખર ધવનના વર્લ્ડ કપમાંથી બહાર થવાના કારણે ભારતીય ટીમને ફટકો પડ્યો છે. શિખર ધવન હાલ ફોર્મમાં ચાલી રહ્યા હતા અને મોટી સિરીઝમાં તેમનું ફોર્મ હંમેશા જોવા મળ્યું છે. ભારતીય ટીમમાં હવે તેની આગામી મેચ ન્યૂ ઝિલેન્ડ અને ત્યારબાદ ફાધર્સ ડેના દિવસે રમાનારી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ ગબ્બર જોવા મળશે નહી.

આ પણ વાંચો: ભારતીય ફેન્સના કારણે વિરાટ કોહલીએ સ્ટીવ સ્મિથથી માગી માફી, જાણો કારણ

શિખર ધવનના ઈજા થવાના કારણે લોકેશ રાહુલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે જ્યારે વિજય શંકર કે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળી શકે છે. શિખર ધવનના ઈજા થવાને કારણે ભારતીય ટીમમાટે ચોથા સ્થાને બેટિંગ ફરી એક મોટો પ્રશ્ન બન્યો છે. લોકેશ રાહુલ હવે ચોથા નંબરની જગ્યાએ ઓપનિંગ કરશે પરંતુ ચોથા સ્થાન પર કોણ બેટિંગ કરશે તે મહત્વનું રહેશે. વિજય શંકરને ચોથા નંબર માટે ટીમમાં સ્થાન મળી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK