World Cup 2019: ન્યૂઝીલેન્ડ સામે શિખર ધવનના રમવા સામે પ્રશ્નાર્થ

લંડન | Jun 11, 2019, 12:13 IST

આ તમામ પોઝિટિવ વાતો વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. લાંબા સમય બાદ ફોર્મમાં આવેલા શિખર ધવન ન્યૂ ઝીલેન્ડ સામેની વનડેમાં રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ સર્જાયું છે.

World Cup 2019: ન્યૂઝીલેન્ડ સામે શિખર ધવનના રમવા સામે પ્રશ્નાર્થ
Image Courtesy: ICC Cricket world cup twitter

વર્લ્ડ કપની પહેલી બંને મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ મોમેન્ટમ મેળવી લીધું છે. ટીમ ઈન્ડિયાના ફોર્મને લઈને ફેન્સને પણ હાશકારો થયો છે. ખાસ કરીને લાંબા સમયથી જેની પાસેથી અપેક્ષા હતી, તેવા શિખર ધવને પણ ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને પોતાનો ક્લાસ સાબિત કર્યો છે. જો કે આ તમામ પોઝિટિવ વાતો વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. લાંબા સમય બાદ ફોર્મમાં આવેલા શિખર ધવન ન્યૂ ઝીલેન્ડ સામેની વનડેમાં રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ સર્જાયું છે.

શિખર ધવન ઓસી. સામે થયા ઈન્જર્ડ

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઓપનર શિખર ધવનને ઈજા પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધવનના ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. આજે તેના અંગૂઠાનું સ્કેન કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે શિખર ધવનના અંગૂઠા પર સોજો આવ્યો છે. જો કે આ મામલે ટીમના ફિઝિયો આખરી નિર્મય લેશે. ટ્રેન્ટબ્રિજમાં રમાનારી ન્યૂઝીલેન્ડની મેચ પહેલા શિખર ધવનના રમવા અંગે નિર્ણય લેવાશે. એક માત્ર સારી વાત એ છે કે શિખર ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર નથી થયું.

ઈઝા છતાંય કરી હતી બેટિંગ

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં શિખર ધવને શાનદાર સેન્ચ્યુરી ફટકારી હતી. બેટિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોલર કુલ્ટર નાઈલના બોલથી તેને ઈજા પહોંચી હતી, જો કે ઈજા થવાં છતાંય શિખર ધવને બેટિંગ કરી હતી. પરંતુ ફિલ્ડિંગ નહોતી કરી. ધવનના બદલે બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા ફિલ્ડિંગ કરવા ઉતર્યા હતા.

આ પણ વાંચોઃ યુવરાજ સિંહ થયા નિવૃતઃ જુઓ યુવીની સફર તસવીરોમાં

આઈસીસી ટુર્નામેન્ટમાં શાનદાર રહ્યું છે ફોર્મ

અત્યાર સુધી શિખર ધવનનું ફોર્મ આઈસીસીની દરેક ટુર્નામેન્ટમાં શાનદાર રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં બે વખત ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શિખર ધવને સારું પ્રદર્શન કર્યું છે. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે પાંચ મેચોમાં 90.75ના સરેરાશથી 358 રન બનાવ્યા હતા. વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેઓએ પાંચ મેચોમાં 67.60ની સરેરાશથી 338 રન બનાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK