World Cup 2019:આજે પાકિસ્તાન અને વિન્ડિઝ વચ્ચે મુકાબલો

નોટિંગઘમ | May 31, 2019, 11:44 IST

અણધારી જીત અને હાર માટે પ્રખ્યાત પાકિસ્તાન અને ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે જાણીતી વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે નોટિંગહેમના ટ્રેન્ટ બ્રિજ ગ્રાઉન્ડમાં રોમાંચક મુકાબલો થવાની શક્યતા છે.

World Cup 2019:આજે પાકિસ્તાન અને વિન્ડિઝ વચ્ચે મુકાબલો

 અણધારી જીત અને હાર માટે પ્રખ્યાત પાકિસ્તાન અને ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે જાણીતી વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે નોટિંગહેમના ટ્રેન્ટ બ્રિજ ગ્રાઉન્ડમાં રોમાંચક મુકાબલો થવાની શક્યતા છે. સરફરાઝ અહમદની કૅપ્ટન્સીવાળી પાકિસ્તાનની ટીમ હાલમાં ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ શરમજનક રીતે ૦-૪થી હારી હતી જ્યારે જેસન હોલ્ડરની વિન્ડીઝ ટીમ બંગલા દેશ સામે તાજેતરમાં આયરલૅન્ડમાં રમાયેલી ટ્રાયેન્ગ્યુલર ટુર્નામેન્ટની ફાઇનલમાં હારી હતી.

કૅપ્ટન હોલ્ડરને વિશ્વાસ છે કે જો તેની ટીમ વર્લ્ડ કપ જીતે તો અલગ-અલગ કૅરિબિયન દેશો વચ્ચે એકતા વધશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૯૭૫ અને ૧૯૭૯માં ક્લાઇવ લોઇડની કૅપ્ટન્સી હેઠળ વર્લ્ડ કપ જીતી હતી જ્યારે પાકિસ્તાન ઇમરાન ખાન (વર્તમાન વડા પ્રધાન)ની લીડરશિપ હેઠળ ૧૯૯૨માં ચૅમ્પિયન બની હતી. વેસ્ટ ઇન્ડીઝ પાસે હાલમાં આક્રમક ખેલાડીઓ વધુ છે.

બન્ને ટીમની બૅટિંગ વધારે મજબૂત છે અને ઇંગ્લૅન્ડની સપાટ પિચો પર બન્ને ટીમના બૅટ્સમેનો બોલરોની દુર્દશા કરવા સક્ષમ છે. વેસ્ટ ઇન્ડીઝનો આશાસ્પદ વિકેટકીપર-બૅટ્સમૅન શાઈ હોપ માને છે કે તેની ટીમ આ વર્લ્ડ કપમાં ૫૦૦ રન બનાવનાર પહેલી ટીમ બનશે. ‘યુનિવર્સલ બૉસ’ તરીકે મશહુર ક્રિસ ગેઇલ,ટ્ટએેવિન લુઇસ, ઍન્દ્રે રસેલ જેવા ધરખમ હિટરો સામે પાકિસ્તાનના બોલરોની કસોટી થશે.

પાકિસ્તાનની સંભવિત ઇલેવન : ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, શોએબ મલિક, હેરિસ સોહેલ, મોહમ્મદ હફીઝ, સરફરાઝ અહમદ (કૅપ્ટન અને વિકેટકીપર), શાદાબ ખાન, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર અનેહસન અલી.

આ પણ વાંચોઃ World Cup 2019:યજમાનની લાજવાબ શરૂઆત, પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો વિજય

વેસ્ટ ઇન્ડીઝની સંભવિત ઇલેવન : ક્રિસ ગેઇલ, એવિન લુઇસ, શાઈ હોપ (વિકેટકીપર), ડેરેન બ્રાવો, શિમરન હેટમાયર, કાર્લોસ બ્રેથવેટ, ઍન્દ્રે રસેલ, જેસન હોલ્ડર, એશ્લે નર્સ, કીમાર રોચ અને શેલ્ડન કોટ્રેલ.

અમ્પાયરો : મરાયસ ઇરાસમસ, ક્રિસ ગેફેની

થર્ડ અમ્પાયર : સુંદરમ રવિ

મૅચ-રેફરી : જેફ ક્રો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK