World Cup 2019:પાકિસ્તાનનો પલટવાર, ઈંગ્લેન્ડને હરાવ્યું

Published: Jun 04, 2019, 11:55 IST | નોટિંગઘમ

જો રૂટ અને જૉસ બટલરની લડાયક સેન્ચુરી છતાં પાકિસ્તાનના બોલરોએ યજમાનને વર્લ્ડ કપનો હાઇએસ્ટ રન-ચેઝનો વર્લ્ડ રેકૉર્ડ કરતાં અટકાવવામાં મેળવી સફળતા, ૧૪ રનની જીતમાં વહાબ રિયાઝે ૩ જ્યારે શાદાબ ખાન અને મોહમ્મદ આમિરે લીધી ૨-૨ વિકેટ

જીતની ઉજવણી કરતી પાકિસ્તાનની ટીમ
જીતની ઉજવણી કરતી પાકિસ્તાનની ટીમ

રનોથી ભરેલી ટ્રેન્ટ બ્રિજની પિચમાં પાકિસ્તાને રોમાંચક મૅચમાં ઇંગ્લૅન્ડને ૧૪ રનથી હરાવ્યું હતું. ૩૪૯ રનના પહાડી ટાર્ગેટ સામે યજમાન ટીમ ઇંગ્લૅન્ડે બન્ને ઓપનરોની વિકેટ ૯ ઓવરમાં ગુમાવી હતી. ૧૮ બૉલમાં ૯ રન કરનાર કૅપ્ટન ઓઇન મૉર્ગનને મોહમ્મદ હફીઝે ક્લીન-બોલ્ડ કર્યો હતો. આ વર્લ્ડ કપની પહેલી મૅચમાં ૮૯ રન બનાવનાર બેન સ્ટોક્સ ફક્ત ૧૩ રને આઉટ થયો હતો તેથી પ્રેશર જો રૂટ અને જૉસ બટલર પર આવ્યું હતું.

રૂટ અને બટલરે ૧૩૦ રનની કીમતી પાર્ટનરશિપ કરીને ટીમને મુકાબલામાં રાખી હતી. રૂટે ૧૦૪ બૉલમાં ૧૦૭ અને ૭૬ બૉલમાં આક્રમક બટલરે ૧૦૩ રન બનાવ્યા હતા. શુક્રવારે વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને ૧૦૫ રનમાં આઉટ કર્યા પછી આ જીત પાકિસ્તાનનો ઉત્સાહ વધારશે.

આ પણ વાંચોઃ World Cup 2019: જાણો કોહલીએ કેમ કહ્યું ટીમને મારા પર ભરોસો નથી ?

ટૉસ જીતીને ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નર્ણિય લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામે શરમજનક હારની ભડાસ પાકિસ્તાનના બૅટ્સમેનોએ ઇંગ્લૅન્ડ પર કાઢી હતી. ઓપનરોએ ૧૪.૧ ઓવરમાં ૮૨ રનની તોફાની શરૂઆત આપી હતી. ૪૦ બૉલમાં ૩૬ રન બનાવનાર ઓપનર ફખર ઝમાને પહેલા બૉલથી આક્રમક બૅટિંગ કરી હતી. આક્રમક શરૂઆતનો ફાયદો બાબર આઝમ (૬૩), મોહમ્મદ હફીઝ અને સરફરાઝ અહમદે ભરપૂર ઉઠાવ્યો હતો. હફીઝે ૬૨ બૉલમાં ૮ ફોર અને ૨ સિક્સરની મદદથી ૮૪ રન બનાવીને સ્કોરને ૩૫૦ની લગોલગ પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઇંગ્લૅન્ડના ખેલાડીઓની ફીલ્ડિંગ અત્યંત ખરાબ રહી હતી. કૅપ્ટન સરફરાઝ અહમદે ડેથ ઓવરમાં ૪૪ બૉલમાં ૫૫ રન બનાવ્યા હતા. પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૪૮ રન બનાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK