એકંદરે વિકેટ ધીમી થઈ રહી છે : જસપ્રીત બુમરાહ

Published: Jul 09, 2019, 12:06 IST | મૅન્ચેસ્ટર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના બૉલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં રમી રહ્યો છે.

જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના બૉલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં રમી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં તે ટીમવતી ૧૭ વિકેટ લઈ ચૂક્યો છે. તાજેતરમાં થયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં બુમરાહે ઇંગ્લૅન્ડની પીચ વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘એકંદરે વિકેટ ધીમી થઈ છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં જે પ્રમાણેની વિકેટ હતી એવી હવે નથી રહી જેને કારણે બૅટ્સમેન માટે રન કરવા પણ અઘરા થઈ ગયા છે. ઘણીવાર બૉલરો ઘણાં રન આપે છે અને બૅટ્સમેન સારા ફોર્મમાં છે એમ કહીને એનું ક્રેડિટ બૅટ્સમેનને અપાય છે. પણ ખરુ કહું તો એકંદરે વિકેટ ધીમી થઈ છે.’

આ પણ વાંચો : ધોનીએ મને દબાણ વગર ખૂલીને રમવાની પૂરી તક આપી છે : કોહલી

ટીમ ઇન્ડિયા આજે મૅનચેસ્ટરમાં ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી સેમી ફાઇનલ મૅચ રમશે. ભારતીય ટીમ ફોર્મમાં ચાલી રહી હોવા અંગે બુમરાહને કરેલા પ્રશ્નના જવાબમાં તેનું કહેવું હતું કે, ‘એ સારી વાત છે કે ટીમનો દરેક પ્લેયર પોતાનું યોગદાન આપી રહ્યો છે. મોહમ્મદ શામી, હાર્દિક પંડ્યા અને હું પણ કેટલીક વિકેટ લેવામાં સફળ થયા છે. આ એક હેલ્થી કોમ્પિટીશન છે અને સેમી ફાઇનલના સમયે દરેક ટીમ મેમ્બર ફોર્મમાં હોય એ ખરેખર સારી વાત છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK