World Cup 2019: ધોનીને ભારત જ નહીં લંડનમાં પણ મળી રહ્યું છે સમર્થન

Jun 09, 2019, 16:05 IST

'બલિદાન બેજ' ધરાવતા ગ્લવ્ઝ પર ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ભારત જ નહીં લંડનમાં પણ અપાર સમર્થન મળી રહ્યું છે.

World Cup 2019: ધોનીને ભારત જ નહીં લંડનમાં પણ મળી રહ્યું છે સમર્થન
ધોની

'બલિદાન બેજ' ધરાવતા ગ્લવ્ઝ પર ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ભારત જ નહીં લંડનમાં પણ અપાર સમર્થન મળી રહ્યું છે. ઈગ્લેન્ડમાં રહેનારા ભારતીય પણ આ વિવાદને બેકાર ગણાવી રહ્યા છે. અહીંયા રહેનારા રાજેશ કુમારે કહ્યું કે ICCને આ બાબતથી દૂર રહેવું જેઈએ. ICC શું-શું નક્કી કરશે?

ધોનીએ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પહેલી મેચમાં એવા ગ્લવ્ઝ પહેર્યો હતા જેના પર 'બલિદાન બેજ'ની નિશાની હતી. એને લઈને ICCએ આપત્તિ જતાવી હતી અને ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં એમણે એને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. બાદ ધોનીના પક્ષમાં સોશિયલ મીડિયામાં વાતાવરણ ગરમ રહ્યું. ICCના નિયમ હેઠળ રમત દરમિયાન એવી કોઈ ગતિવિધિ અથવા કામને બિલકુલ પ્રોત્સાહન આપવામાં નથી આવતુ જેનાથી કોઈ રંગભેદ, ધાર્મિક અથવા રાજકીય સંદેશો જાય છે. ICCએ ધોનીના આ ગ્લવ્ઝને આ નિયમના વિરૂદ્ધ પણ માન્યા છે, જેમાં વિકેટકીપર પોતાના ગ્લવ્ઝની પાછળ એને બનાવનારી કંપનીનો લોગો જ લગાવી શકે છે.

આ પણ વાંચો : EXCLUSIVE:ICCના વિરોધ છતાંય 'બલિદાન બેજ' સાથે રમી શકે છે ધોની

જોકે BCCIના તરફથી ICCને પૂછ્યું કે તેણે આ બેજને લગાવવાથી ઈનકાર કર્યો છે. તેનું પૂરૂ વર્ણન આપો. સાથે જ BCCIએ ICCને પૂછ્યું કે વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર અને જમૈકા આર્મીમાં જવાન શેલ્ડન કૉટરેલને સેલ્યૂટ કરીને ઉજવણી કરવા પર શું વલણ છે?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK