World Cup 2019: આફ્રિકાને ફટકો, કાલે ભારત સામેની મૅચમાંથી લુંગી એન્ગિડી આઉટ

લંડન | Jun 04, 2019, 11:59 IST

સાઉથ આફ્રિકાનો આશાસ્પદ ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી ઈજાને કારણે ભારત સામે આવતી કાલે રમાનારા વર્લ્ડ કપના મુકાબલામાં રમી નહીં શકે. સા

World Cup 2019: આફ્રિકાને ફટકો, કાલે ભારત સામેની મૅચમાંથી લુંગી એન્ગિડી આઉટ
લુંગી એન્ગીડી નહીં રમે

સાઉથ આફ્રિકાનો આશાસ્પદ ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી ઈજાને કારણે ભારત સામે આવતી કાલે રમાનારા વર્લ્ડ કપના મુકાબલામાં રમી નહીં શકે. સાઉથ આફ્રિકાએ સત્તા વાર રીતે એની જાહેરાત કરી હતી. ૨૩ વર્ષનો એન્ગિડી બંગલા દેશ વિરુદ્ધ રવિવારે મેદાન પર ઊતર્યો હતો, પરંતુ હમસ્ટ્રિંગની સમસ્યાને કારણે માત્ર ૪ ઓવર બોલિંગ કરી શક્યો હતો. ડેલ સ્ટેન આવતી કાલે રમે એવી પૂરી શક્યતા છે.

બંગલા દેશ સામેની મૅચમાં લુંગી એન્ગિડી હમસ્ટ્રિંગની સારવાર કરાવતો દેખાયો હતો અને ત્યાર બાદ મેદાનથી દૂર રહ્યો હતો. ટીમના ડૉક્ટર મોહમ્મદ મૂસાજીએ કહ્યું કે ‘લુંગીની ઈજાને સોમવારે સ્કેન કરવામાં આવશે, પરંતુ હાલમાં જે સ્થિતિ છે એ પ્રમાણે ઓછામાં ઓછા સાત કે ૧૦ દિવસ સુધી મેદાન પર ઊતરી શકશે નહીં.’

આ પણ વાંચોઃ World Cup 2019:પાકિસ્તાનનો પલટવાર, ઈંગ્લેન્ડને હરાવ્યું

આફ્રિકાની ટીમને આ મોટો ઝટકો લાગ્યો છે. તે વર્લ્ડ કપમાં પોતાની પહેલી બન્ને મૅચ હારી ચૂકી છે. પહેલી મૅચમાં યજમાને તેને પરાજય આપ્યો હતો અને રવિવારે બંગલા દેશે તેને ૨૧ રનથી
હરાવ્યું હતું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK