World Cup 2019: આજે મોઇન અલીની નજર હશે વિરાટ કોહલીની વિકેટ પર

Updated: Jul 01, 2019, 10:36 IST

વર્લ્ડ કપની બે પ્રબ‍ળ દાવેદાર ટીમ ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચે આજે બર્મિંગહૅમમાં રોમાંચક મુકાબલો થવાનો છે.

મોઇન અલીની
મોઇન અલીની

વર્લ્ડ કપની બે પ્રબ‍ળ દાવેદાર ટીમ ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચે આજે બર્મિંગહૅમમાં રોમાંચક મુકાબલો થવાનો છે. આ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ઈંગ્લૅન્ડે ‘કરો યા મરો’ના ન્યાયે આ મૅચ જીતવી અત્યંત જરૂરી છે. શક્ય છે કે આ મૅચ જીતવા ઇંગ્લૅન્ડ ખાસ રણનીતિ પણ તૈયાર કરે. એવામાં યજમાન ટીમના ઑલરાઉન્ડર મોઇન અલીનું કહેવું છે કે મારી નજર ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની વિકેટ પર રહેશે. વાસ્તવમાં કોહલી છેલ્લી બે મૅચમાં હાફ સેન્ચુરીથી વધારે રન કરી ચૂક્યો છે અને પોતે સારા ફૉર્મમાં હોવાનો સંકેત પણ આપી ચૂક્યો છે.

આ પણ વાંચો : World cup:Ind Vs Eng ભારતના આ ખેલાડીઓને નહીં મળે સ્થાન

મોઇન અલીનું આ બાબતે કહેવું છે કે ‘કોહલી અહીં ભારત માટે રન કરી શકે છે, જ્યારે હું તેને અહીં આઉટ કરવાના પ્રયાસમાં રહીશ. તેના જેવા પ્લેયર આઉટ થવાથી ઘણા ફેરફાર થઈ શકે છે. જોકે આ વિચારધારાથી અમારી મિત્રતા પર કોઈ અસર નથી થવાની.’

વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં આઇપીએલની રાજસ્થાન રૉયલ્સમાં મોઇન અલી રમી ચૂક્યો છે. ‍વળી બન્ને એકબીજાને અન્ડર-૧૯ મૅચના દિવસોથી ઓળખે છે. મોઇનના શબ્દોમાં કહીએ તો, કોહલી ઘણી મોટિવેટેડ અને ખેલ પ્રત્યે સમર્પિત વ્યક્તિ છે. આ મૅચ જીતવા માટે અમારે દરેક બૉલને મેરિટ પર રાખીને અને યોગ્ય માઇન્ડસેટ સાથે રમવું પડશે.

સામા પક્ષે ઇન્ડિયન બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પર બધાની નજર રહેશે. નોંધનીય છે કે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ક્વૉલિફાય થવા ઈંગ્લૅન્ડે કોઈ પણ સંજોગોમાં શેષ રહેલી પોતાની બે મૅચ જીતવી જરૂરી છે. આ પહેલાં ઈંગ્લૅન્ડે ઘરઆંગણે ભારતને દ્વિપક્ષી સિરીઝમાં ૨-૧થી માત આપી હતી.`

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK