શિખર ધવન, વિરાટ કોહલી અને રોહિત માટે મુશ્કેલી બની શકે છે સ્ટાર્ક

Jun 08, 2019, 18:47 IST

ભારતીય ટીમ તેની બીજી વન-ડે ઓસ્ટ્રેલિયા સામે રમવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટ્સમેનોનો સામનો મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને કૂલ્ટરનાઈલ સામે રહેશે જેમનુ ફોર્મ હાલ ટોચ પર છે.

શિખર ધવન, વિરાટ કોહલી અને રોહિત માટે મુશ્કેલી બની શકે છે સ્ટાર્ક
ફાઈલ ફોટો

ભારતીય ટીમ તેની બીજી વન-ડે ઓસ્ટ્રેલિયા સામે રમવા જઈ રહી છે.  ઓસ્ટ્રેલિયા તેની પહેલી 2 મેચ જીતી ચૂક્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાએ પણ તેની પહેલી મેચમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત માટે એટલી સરળ રહેશે નહી. ઓસ્ટ્રેલિયન ટીમ પણ હાલ ફોર્મમાં ચાલી રહી છે.  શિખર ધવનની પ્રેક્ટિસ મેચ અને સાઉથ આફ્રિકા સામેની મેચ પણ સારી રહી હતી નહી. 

ભારતના ટોપ ઓર્ડરની થશે આકરી કસોટી

રોહિત શર્મા સિવાય ભારતીય ટોપ ઓર્ડર સાઉથ આફ્રિકાના બોલર રબાડા, ફેલુક્વાયો અને ક્રિસ મોરિસ સામે તકલીફમાં જોવા મળ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાના મહત્વના બોલર ડેલ સ્ટેન અને એન્ગિડી તો ટીમમાં હતા જ નહી. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટ્સમેનોનો સામનો મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને કૂલ્ટરનાઈલ સામે રહેશે જેમનુ ફોર્મ હાલ ટોચ પર છે. મિચેલ સ્ટાર્કે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમા 5 વિકેટ ઝડપીન ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચો: world cup 2019: પ્રેક્ટિસ સેશન પછી બુમરાહ-ભુવી પહોચ્યા કૉફી ડેટ પર

ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતી ઓવર્સમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલીએ સાવધાની રાખવી પડશે. મિચેલ સ્ટાર્કે વર્લ્ડ કપની 2 મેચમાં 6 વિકેટ પોતાના નામે કરી છે. મિચેલ શરૂઆતી ઓવર્સમાં અને ડેથ ઓવરમાં ભારત પર દબાવ બનાવી શકે છે. મિચેલ સ્ટાર્કની સ્પીડ તેની માટે મહત્વનું પાસું છે. વાતાવરણનો સાથ પણ બોલરોના પક્ષમાં રહેશે જો કે ભારતીય બોલરો પણ વાતાવરણનો ઉપયોગ કરીને બાજી પલટી શકવામાં સક્ષમ છે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK