વર્લ્ડ કપમાં જોવા મળેલી આ બિલાડી છે ખાસ, ટ્વિટર પર છે તેના ફોલોઅર્સ

Jun 09, 2019, 17:01 IST

કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ઈગ્લેન્ડ અને બાંગ્લાદેશ મેચ દરમિયાનની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર કોઈ સેલિબ્રિટીઝ અથવા કોઈ મોટી હસ્તીની નથી. આ ફોટો એક બિલાડીનો છે.

વર્લ્ડ કપમાં જોવા મળેલી આ બિલાડી છે ખાસ, ટ્વિટર પર છે તેના ફોલોઅર્સ
બ્રાયન બિલાડી

વર્લ્ડ કપ 2019ની શરૂઆત થઈ ગઈ છે અને તે ઈગ્લેન્ડમાં રમાઈ રહી છે. કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ઈગ્લેન્ડ અને બાંગ્લાદેશ મેચ દરમિયાનની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર કોઈ સેલિબ્રિટીઝ અથવા કોઈ મોટી હસ્તીની નથી. આ ફોટો એક બિલાડીનો છે. બિલાડી બાઉન્ડ્રી પર લાગેલા એડ બૉર્ડ્સ પર ચાલતી દેખાઈ રહી હતી. હકીકતમાં જ્યા મેચ રમાતી હતી એ જ સ્ટેડિયમમાં આ બિલાડી રહે છે. આ બિલાડીનું નામ છે બ્રાયન. બિલાડી બ્રાયન ધ કેટના નામથી પ્રખ્યાત છે. વર્ષ 2013થી આ ગ્રાઉન્ડમાં બિલાડીનું ઘર છે. ક્યાંથી આવી છે, કોઈને પણ ખબર નથી. ક્રિકેટ મેચ દરમિયાન આ બિલાડી એક ખૂણામાં બેસી રહે છે. આ બિલાડીને સૉમરસેટની મેમ્બરશિપ પણ મળી છે.

બ્રાયનનું ટ્વિટર અકાઉન્ટ પણ છે અને સાથે વેબસાઈટ પણ છે. ટ્વિટર પર દોઢ હજારથી વધારો લોકો બ્રાયનને લોકો ફૉલો કરે છે. તમને એના ટ્વિટર અકાઉન્ટ પર ઘણી સુંદર તસવીરો જોવા મળી શકે છે. બ્રાયનના વિશે ICCએ એક વીડિયો પણ બનાવ્યો છે અને તમે એનાથી જોડાયેલી ઘણી વાતો જોઈ શકો છો. હકીકતમાં આ બિલાડીનું નામ ક્લબના એક મેમ્બરે જ બ્રાયન રાખ્યું છે. કારણકે જ્યારે આ બિલાડી જ્યારે પહેલીવાર દેખાઈ તો તે સમયે બ્રાયન રજા હતા પરંતુ એના વાળ અસલમાં એ માણસ જેવા દેખાઈ રહ્યા હતા. બાકી તમને જાણકારી આ વીડિયોમાં મળી જશે:

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK