World Cup 2019: લૉડર્સમાં આજે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ટકરાશે

લંડન | Jun 25, 2019, 14:21 IST

દોસ્તીને બાજુએ રાખીને આજે ટકરાશે જોફ્રા આર્ચર અને સ્ટીવન સ્મિથ, સેમી ફાઇનલથી ફાઇનલ સુધીની દાવેદારીમાં બન્ને ન આપશે એકમેકને જબરદસ્ત ટક્કર

World Cup 2019: લૉડર્સમાં આજે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ટકરાશે
ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા

વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આજે સેમી ફાઇનલથી ફાઇનલ સુધી પહોંચવાની દાવેદાર ગણાતી બે ટીમ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે લૉર્ડ્‍સમાં રોચક મુકાબલો જોવા મ‍ળશે. બીજી બાજુ ઇંગ્લૅન્ડના જોફ્રા આર્ચર અને ઑસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથની દોસ્તીનો મુદ્દો પણ અહીં ધ્યાન ખેંચનારો છે. વાસ્તવમાં આઇપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સમાં જોફ્રા આર્ચર, સ્ટીવન સ્મિથ, જૉસ બટલર અને બેન સ્ટોક્સ સાથે રમ્યા હોવાથી તેમની વચ્ચે સારી દોસ્તી થઈ હતી. 

પોતાની દોસ્તીના મુદ્દે જોફ્રાએ જણાવ્યું હતું કે સ્મિથ સારો પ્લેયર છે, પણ અમારા માટે પહેલાં ક્રિકેટ છે અને પછી દોસ્તી. મારા ખ્યાલથી સ્મિથ પણ આમ જ વિચારતો હશે.

આ પણ વાંચો : World Cup 2019 : અફઘાનિસ્તાન સામેની રોમાંચક જીતની સફર પર એક નજર

પૉઇન્ટ-ટેબલ પ્રમાણે હાલમાં ઑસ્ટ્રેલિયા ૧૦ પૉઇન્ટ્સ સાથે બીજા ક્રમાંકે, જ્યારે ઇંગ્લૅન્ડ ૮ પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમાંકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK