World Cup 2019 : કાંગારૂને લાગ્યો મોટો ઝટકો, નહીં રમી શકે આ મેચ

Jun 11, 2019, 18:32 IST

આ મેચમાંથી માર્ક્સ સ્ટોઇનિસ બહાર થઇ ગયો છે. માર્ક્સ સ્ટોઇનિસ સાઇડ સ્ટ્રેનને કારણે મુશ્કેલીમાં છે. એવામાં તેની જગ્યાએ મિચેલ માર્શ રમી શકે છે.

World Cup 2019 : કાંગારૂને લાગ્યો મોટો ઝટકો, નહીં રમી શકે આ મેચ
ઑસ્ટ્રેલિયાની ટીમમાંથી આ પ્લેયર નહીં રમે પાકિસ્તાન સામેની મેચ

વર્લ્ડકપ 2019 ભારત પછી હવે ઑસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે, માર્ક્સ સ્ટોઇનિસ પાકિસ્તાન સામે બુધવારના થતી મેચમાં નહીં રમી શકે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત પછી હવે ઑસ્ટ્રેલિયન ટિમને મોટો ઝટકો લાગ્યો છે ટીમ ઇન્ડિયાને જ્યાં શિખર ધવન જેવા બૉલરના ન રમવાનો ઝટકો લાગ્યો છે. તો ઑસ્ટ્રેલિયા ટીમને ઑલરાઉન્ડર માર્ક્સ સ્ટોઇનિસની આવતી કાલી મેચમાં ઓછ વર્તાશે. માર્ક્સ સ્ટોઇનિસ પાકિસ્તાન વિરુદ્ધ બુધવારે થતી મેચમાં નહીં રમી શકે કારણકે તે પહેલેથી જ ઇજાગ્રસ્ત છે.

ગુરુવારે 12 જૂનના ટાંટનમાં ઑસ્ટ્રેલિયાનો સામનો પાકિસ્તાન સામે થવાનો છે. આ મેચમાંથી માર્ક્સ સ્ટોઇનિસ બહાર થઇ ગયો છે. માર્ક્સ સ્ટોઇનિસ સાઇડ સ્ટ્રેનને કારણે મુશ્કેલીમાં છે. એવામાં તેની જગ્યાએ મિચેલ માર્શ રમી શકે છે. માર્ક્સ સ્ટોઇનિસ અત્યાર સુધી વર્લ્ડ કપની ત્રણ મેચમાં 4 વિકેટ લઇ ચૂક્યો છે. આ સિવાય બે મેચમાં બેટિંગ કરતાં તેણે 19 રન બનાવ્યા છે.

માર્ક્સ સ્ટોઇનિસ વચ્ચેની ઓવર્સમાં ઑસ્ટ્રેલિયન ટીમ માટે વિકેલ લેતો હોય છે. અહીં સુધી કે 15થી 35 ઓવર દરમિયાન માર્ક્સ સ્ટોઇનિસ લાભદાયક બૉલિંગ કરી સામેની ટીમ પર દબાણ બનાવે છે. પણ, પાકિસ્તાન વિરુદ્ધ મોટી મેચમાં તેને બહાર બેસવું પડશે.

આ પણ વાંચો : World cup 2019: કોના પક્ષમાં રહી છે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK