Kuldeep Yadav એ નાખેલો બોલ લાખોમાં વેચાયો, જાણો કેમ ?

મુંબઈ | Jul 12, 2019, 14:25 IST

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર પૂરી થઈ થઈ ગઈ છે. જો કે આ 10 મેચની સફરમાં કેટલીક એવી મોમેન્ટ્સ જરૂર હતી, જે યાદ રહેશે. આ ઐતિહાસિક પળોમાંની એક છે સ્પિનર કુલદીપ યાદવે લીધેલી પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમની વિકેટ.

Kuldeep Yadav એ નાખેલો બોલ લાખોમાં વેચાયો, જાણો કેમ ?

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર પૂરી થઈ થઈ ગઈ છે. જો કે આ 10 મેચની સફરમાં કેટલીક એવી મોમેન્ટ્સ જરૂર હતી, જે યાદ રહેશે. આ ઐતિહાસિક પળોમાંની એક છે સ્પિનર કુલદીપ યાદવે લીધેલી પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમની વિકેટ. કુલદીપ યાદવના આ બોલની ચર્ચા ખૂબ જ થઈ હતી અને તેને શેન વોર્નના બોલ ઓફ ધી સેન્ચ્યુરી સાથે જોડવામાં આવતા હતા. પરંતુ હવે આ બોલ ફરી સમાચારમાં છે. અને તેનું કારણ છે આ બોલની કિંમત. જી હાં, કુલદીપ યાદવે નાખેલો બોલ હવે સામાન્ય બોલ નથી રહ્યો, પરંતુ તેની કિંમત લાખોમાં થઈ ગઈ છે.

રિપોર્ટ્સ પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની 16 જૂને માન્ચેસ્ટરમાં રમાયેલી યાદગાર મેચ દરમિયાન જે બોલથી મેચ રમાઈ તે બોલ 2,150 ડૉલર એટલે કે 1.50 લાખ રૂપિયામાં વેચાયો છે. આ બોલની કિંમત બાકીના બોલ કરતા વધુ રખાઈ હતી. ઉલ્લેખનીય છે કે દરેક મેચ બાદ યાદગીરી તરીકે બોલ વેચી દેવામાં આવે છે. ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચેના બોલની કિંમત આ વર્લ્ડ કપના અન્ય બોલ કરતા સૌથી વધુ છે. આ બોલ મેચના દિવસે જ બુક થઈ ગયો હતો.

સ્કોર શીટ અને સિક્કો પણ વેચાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ એટલી ખાસ હતી કે લોકોએ તેની સ્કોરશીટ અને ટોસ માટે વપરાયેલો સિક્કો પણ ખરીદી લીધો છે. દરેક મેચ બાદ મેચ સાથે જોડાયેલી જુદી જુદી ચીજવસ્તુઓને સત્તાવાર વેબસાઈટ પર વેચવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનની મેચમાં ટોસમાં વપરાયેલો સિક્કો 1,450 ડૉલરમાં વેચાયો છે. તો સ્કોરશીટ 1100 ડૉલર એટલે કે 77 હજાર રૂપિયામાં વેચાઈ

આ વેબસાઈટ પર ભારતીય ટીમ સાથે જોડાયેલી 27 ચીજવસ્તુઓ વેચાઈ હતી, જેમાંથી હવે માત્ર ત્રણ ચીજવસ્તુઓ વેચાવાની બાકી છે. ભારતે આ વર્લ્ડ કપમાં કુલ 9 મેચ રમી છે. આ તમામ મેચમાં ઉપયોગમાં લેવાયેલા બોલ, સિક્કા અને સ્કોરશીટ ઓફિશિયલ મેમોરાલિબા ડોટ કોમ પર વેચવા મૂકાઈ હતી.

આ પણ વાંચોઃ IND Vs NZ: મેચમાં ભારતની સ્થિતિ નબળી, પણ ફેન્સે આ રીતે લીધી મજા !

આ બોલમાં શું હતું ખાસ ?

કુલદીપ યાદવે આ બોલ 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકી હતી. બોલ ઓફ સ્ટમ્પની બહાર ટપ્પી પડીને ઝડપથી અંદર આવી હતી અને બાબર આઝમ આ બોલ પર બોલ્ડ થયો હતો. મેચ બાદ જ્યારે એનાલિસિસ થયું ત્યારે ખુલાસો થયો કે આ બોલ 5.80 ડિગ્રીએ ટર્ન થઈ હતી અને ધીમો હોવા છતાંય પાકિસ્તાની બેટ્સમેન આ બોલને સમજી નહોતો શક્યો. બોલ બારના બેટ અને પેડ વચ્ચેથી નીકળ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK