World Cup 2019: જાણો કોહલીએ કેમ કહ્યું ટીમને મારા પર ભરોસો નથી ?

લંડન | Jun 03, 2019, 16:05 IST

આ મેચના બે દિવસ પહેલા કેપ્ટન કોહલીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું કે ટીમને તેમના પર ભરોસો નથી.

World Cup 2019: જાણો કોહલીએ કેમ કહ્યું ટીમને મારા પર ભરોસો નથી ?
વિરાટ કોહલી (File Photo)

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતવા માટે ઈંગ્લેન્ડમાં પરસેવો પાડી રહી છે. અને ભારતની પહેલી મેચ આડે હવે એક જ દિવસ છે. 5 જૂને ભારત દક્ષિણ આફ્રિકા સામેની મેચથી વર્લ્ડ કપ રમવાની શરૂઆત કરશે. જો કે આ મેચના બે દિવસ પહેલા કેપ્ટન કોહલીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું કે ટીમને તેમના પર ભરોસો નથી. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપના મિશન માટે કોહલીની કેપ્ટનશિપમાં રમી રહી છે.

નિર્વિવાદ પણે કોહલી હાલ વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. બેટિંગમાં કોહલીએ વિરાટ રેકોર્ડઝની હારમાળા સર્જી છે. ત્યારે ટીમ ઈન્ડિયાની જીતનો મદાર કોહલીના ફોર્મ પર રહેલો છે. જો કે કોહલીએ એક ઈન્ટરવ્યુમાં આપેલા નિવેદનથી ફેન્સ ચોંકી ઉઠ્યા છે. હકીકતમાં વિરાટ કોહલીએ આ ઈન્ટરવ્યુમાં એક કિસ્સો યાદ કરતા કહ્યું,'2017માં શ્રીલંકા વિરુદ્ધ એક વનડે સિરીઝમાં અમે લગભગ બધી મેચ જીતી રહ્યા હતા. મેં એક મેચમાં મહેન્દ્રસિંહ ધોનીને પૂછ્યું કે શું હું બોલિંગ કરી શકું છું? જેવો જ હું બોલિંગ કરવા તૈયાર થયો, જસપ્રીત બુમરાહે બાઉન્દ્રી પરથી જોરથી બૂમો પાડતા કહ્યું કે આ મજાક નથી, ઇન્ટરનેશનલ મેચ છે. તે પછી પીઠની તકલીફના લીધે મેં ક્યારેય બોલિંગ કરી

આ કિસ્સા સાથે વિરાટ કોહલીએ કહ્યું મારી બોલિંગ પર ટીમ ઈન્ડિયાને ભરોસો નથી. જેટલો મને છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા કોહલીએ નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. જે બાદ એક ઈન્ટરવ્યુમાં કોહલીએ આ કિસ્સો યાદ કર્યો. આ ઉપરાંત પણ વિરાટ કોહલીએ પોતાની બોલિંગ અંગની યાદગીરી શૅર કરી અને કહ્યું,'જયારે હું દિલ્હીની એકેડેમીમાં હતો ત્યારે મેં એન્ડરસનની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી જયારે તેની સાથે રમવાની તક મળી ત્યારે મેં એન્ડરસનને આ વાત કહી હતી. અમે બંને ખુબ હસ્યાં હતા.'

આ પણ વાંચોઃ World Cup 2019:અહીં પ્રિડિક્ટ કરો ભારતની પહેલી મેચનું પરિણામ 

વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બોલિંગ કરી ચૂક્યો છે. જો કે તેને વન ડે અને ટી 20માં 4 -4 વિકેટ મળી છે. પરંતુ ટેસ્ટ મેચમાં કોહલી વિકેટ ઝડપી શક્યો નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK