World Cup 2019:રબાડાએ કહ્યું નાસમજ, તો કોહલીએ આપ્યો આ જવાબ

Published: 5th June, 2019 12:59 IST | સાઉથમ્પટન

ભારત આજે સાઉથ આફ્રિકા સામેની મેચથી પોતાના વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરી રહ્યું છે. ત્યારે મેચ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ચુક્યુ છે.

ભારત આજે સાઉથ આફ્રિકા સામેની મેચથી પોતાના વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરી રહ્યું છે. ત્યારે મેચ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ચુક્યુ છે. જો કે મેદાન પર પોતાના વર્તન પરથી કાબુ ગુમાવવા માટે જાણીતા કેપ્ટન કોહલીએ આ વખતે સમજદારી ભર્યું વલણ દાખવ્યું છે.

રબાડાએ શું કહ્યુ હતું ?

ઘટના કંઈક એવી છે કે મેચ પહેલા એક ક્રિકેટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડાએ કહ્યું કે,'IPL દરમિયાન એક એવી ઘટના હતી, જ્યારે મને લાગ્યું કે કોહલી ના સમજ છે. એ સમયે હું ગેમની વ્યૂરચના બનાવી રહ્યો હતો. પરંતુ વિરાટે મારા બોલર ફોર મારી અને પછી કંઈક કહ્યું. જ્યારે મેં તેને જવાબ આપ્યો, તો તે ગુસ્સે થઈ ગયો. હું કસું સમજ્યો નહીં. કદાચ આવા વર્તનથી તેમને મદદ મળે છે, એટલે તેઓ આવું કરે છે. પરંતુ મારા માટે આ અપરિપક્વ વર્તન છે. વિરાટ એક શાનદાર ખેલાડી છે, પરંતુ તે પોતાના વિરુદ્ધ કંઈ સાંભળી નથી શક્તા.'

કોહલીએ આપ્યો આવો જવાબ

કગીસો રબાડાના આ નિવેદન પર વિરાટ કોહલીએ પણ જવાબ વાળ્યો. જો કે વિરાટ કોહલીએ નાસમજવાળા નિવેદન પર સમજદારી ભર્યું વર્તન દાખવ્યું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોહલીને રબાડાના નિવેદન વિશે સવાલ કરાયો તો પહેલા તો કોહલીએ કહ્યું કે તેને આના વિશે ખ્યાલ નથી. પરંતુ જ્યારે બીજી વખત પૂછવામાં આવ્યું તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું,'હું રબાડા સામે ઘણી વાર રમ્યો છું અને ક્યારેક ચર્ચા કરવાની હોય તો અમે અંદર અંદર વાત કરી શકીએ છીએ. હું આનો જવાબ પ્રેસ કોન્ફરન્સમાં આપવા નથી ઈચ્છતો.'  

વિરાટે કર્યા વખાણ 

બાદમાં વિરાટે રબાડાના વખાણ કર્યા અને કહ્યું દક્ષિણ આફ્રિકા માટે તે મેચ વિનર છે. વિરાટે કહ્યું,'જો એન્ગિડી અને ડેલ સ્ટેન રમે કે ન રમે પરંતુ રબાડા હંમેશા વર્લ્ડ ક્લાસ બોલર છે, તે કોઈ પણ ટીમ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેની પાસે ઝનૂન છે અને કૌશલ્ય પણ છે. જ્યારે તેમનો દિવસ હોય ત્યારે તે કોઈ પણ બેટિંગ લાઈન અપને ધરાશાયી કરી શકે છે.'

આ પણ વાંચોઃ કોહલીની સેના પહોંચી જંગલમાં, ઉપાડી ગન અને કર્યું ફાયરીંગ

વધુમાં વિરાટ કોહલીએ કહ્યું,'રબાડા એવ ખતરનાક બોલર છે, જેની તમારે ઈજ્જત કરવી જોઈે. સાથે જ તમારે તેની ગેમ પર પણ ભરોસો રાખવો જોઈએ.'

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK