World Cup 2019: હાર છતાં વિલિયમસને પોતાની ટીમને પૉઝિટિવ રહીને રમવાની આપી સલાહ

લંડન | Jul 01, 2019, 12:12 IST

વર્લ્ડ કપના પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાનેથી ત્રીજા ક્રમાંકે ખસી જનારી ન્યુ ઝીલૅન્ડની ટીમ હવે ત્રીજી જુલાઈએ પોતાની છેલ્લી લીગ મૅચ ઇંગ્લૅન્ડ સામે રમશે અને આ મૅચમાં સકારાત્મકતા અને સ્વતંત્રતા સાથે રમવાની સલાહ કૅપ્ટન કેન વિલિયમસને પોતાની ટીમને આપી હતી.

World Cup 2019: હાર છતાં વિલિયમસને પોતાની ટીમને પૉઝિટિવ રહીને રમવાની આપી સલાહ

વર્લ્ડ કપના પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાનેથી ત્રીજા ક્રમાંકે ખસી જનારી ન્યુ ઝીલૅન્ડની ટીમ હવે ત્રીજી જુલાઈએ પોતાની છેલ્લી લીગ મૅચ ઇંગ્લૅન્ડ સામે રમશે અને આ મૅચમાં સકારાત્મકતા અને સ્વતંત્રતા સાથે રમવાની સલાહ કૅપ્ટન કેન વિલિયમસને પોતાની ટીમને આપી હતી. ન્યુ ઝીલૅન્ડે આ ટુર્નામેન્ટની ૮ મૅચમાંથી બે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

કિવીઓ પોતાની છેલ્લી બે મૅચમાં હાર્યા હોવાથી પોતાની ટીમને મોટિવેટ કરવા વિલિયમસને આ વાત કહી હતી. પાકિસ્તાન સામે ન્યુ ઝીલૅન્ડની ટીમ ૬ વિકેટે અને ઑસ્ટ્રેલિયા સામે ૮૬ રને હારી ગઈ હતી જેને કારણે એ પૉઇન્ટ ટેબલમાં ૧૧ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે આવી છે. વિલિયમસને મીડિયાને કહ્યું, ‘ફરી એક વાર, આ આગળ વધતા રહેવાની વાત છે. આપણી પાસે હવે જે છેલ્લી તક છે એને સકારાત્મકતા સાથે વધાવવી જોઈએ. આપણે આગામી મૅચમાં ફ્રીડમ સાથે રમવું જોઈએ, કારણ કે એ ફ્રીડમને કારણે જ આપણે આપણું બેસ્ટ આપી શકીશું.’

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં શાનદાર બોલિંગ કરીને કિવીઓએ ઑસ્ટ્રેલિયાની ૯૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી, પણ ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કૅરીની ૧૦૭ રનની પાર્ટનરશિપને કારણે ઑસ્ટ્રેલિયા સારો સ્કોર બનાવી શકી હતી અને એના જવાબમાં ન્યુ ઝીલૅન્ડના પ્લેયર્સ ૧૫૭ રન કરી ઑલઆઉટ થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK