VIDEO: વર્લ્ડ કપ દરમિયાન કેદાર જાદવે કરી વાદળોને અપીલ

Jun 14, 2019, 10:24 IST

વરસાદી માહોલ વચ્ચે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા ગયેલા ફેન્સ વરસાદ રોકાવાની પ્રાર્થના કરી હતી ત્યારે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કેદાર જાદવે પણ વાદળો સાથે વાત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો

VIDEO: વર્લ્ડ કપ દરમિયાન કેદાર જાદવે કરી વાદળોને અપીલ
કેદારે હાથ જોડીને વરસાદને કરી અપીલ

ઈંગ્લેન્ડમાં વરસાદ રોકાવાનું નામ લઈ નથી રહી. ગુરુવારે વરસાદના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ કપની ચોથી મેચ છે જ્યારે વરસાદના કારણે વર્લ્ડ કપની મેચ રદ્દ કરવામાં આવી હોય. વરસાદી માહોલ વચ્ચે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા ગયેલા ફેન્સ વરસાદ રોકાવાની પ્રાર્થના કરી હતી ત્યારે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કેદાર જાદવે પણ વાદળો સાથે વાત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને ત્યાર બાદ આ વીડિયો વાયરલ થયો હતો.

કેદારે કરી વાદળોને અપીલ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારે કેદાર જાદવનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમા તે વાદળોને ઈંગ્લેન્ડને છોડીને મહારાષ્ટ્ર જવાની અપીલ કરતા જોવા મળે છે. કેદાર જાદવ મરાઠીમાં, એ વરસાદ તારી જરૂરીયાત અહી કરતા વધારે મહારાષ્ટ્રમાં છે. વાદળો ત્યાં જઈને વરસો.' મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે જ્યારે દૂરના વિસ્તારોમાં પાણી ટેન્કરો દ્વારા પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. કેદાર જાદવ મૂળ મહારાષ્ટ્રના પૂણેથી છે.

5 પોઈન્ટ અંક સાથે ત્રીજા સ્થાને ભારત

ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નૉટિંઘહામના ટ્રેંટ બ્રિજ મેદાન પર મેચ રમાવાની હતી. પહેલા વરસાદના કારણે ટૉસમાં મોડુ થયું હતું જો કે રોકાઈ રોકાઈને વરસાદ પડવાના કારણે મેચમાં ટૉસ પણ થઈ શક્યો હતો નહી અને મેચને રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થતા બન્ને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો હતો. હાલ બન્ને ટીમો અજેય છે અને એકપણ મેચ હારી નથી. ન્યૂઝીલેન્ડ 4 મેચ રમી છે જેમાથી 3માં જીત મેળવી હતી જ્યારે 1 રદ્દ કરવામાં આવી છે જ્યારે ભારત 3 મેચ રમ્યું છે જેમાંથી 2માં જીત મેળવી હતી અને તો 1રદ્દ થઈ હતી. ન્યૂઝીલેન્ડ હાલ 7 અંક સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે જ્યારે ભારત 5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો: તમે ધોનીના સમર્થક છો, તો તમને અહીંયા મફતમાં જમવાનું મળશે

ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપ પહેલા વરસાદના કારણે ઈતિહાસમાં 3 મેચો રદ્દ થઈ હતી જ્યારે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2019માં જ 4 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ચૂકી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK