વર્લ્ડ કપ માટે કેદાર જાધવ એકદમ ફિટ

Published: May 19, 2019, 10:53 IST | દિલ્હી

વર્લ્ડ કપ જીતવા માટે દાવેદાર ગણાતી ભારતીય ક્રિકેટ ટીમના મિડલ-ઓર્ડર બેટ્સમૅન કેદાર જાધવને ૩૦ મેથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે ફિટ જાહેર કરાયો હતો. જાધવ હવે ૨૨ મેએ ભારતીય ટીમ સાથે ઇંગ્લૅન્ડ જવા રવાના થશે.

કેદાર જાધવ (File Photo)
કેદાર જાધવ (File Photo)

 વર્લ્ડ કપ જીતવા માટે દાવેદાર ગણાતી ભારતીય ક્રિકેટ ટીમના મિડલ-ઓર્ડર બેટ્સમૅન કેદાર જાધવને ૩૦ મેથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે ફિટ જાહેર કરાયો હતો. જાધવ હવે ૨૨ મેએ ભારતીય ટીમ સાથે ઇંગ્લૅન્ડ જવા રવાના થશે.

આઇપીએલમાં પાંંચમી મેએ ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમતાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની લીગ મૅચ દરમ્યાન કેદારને ખભામાં ઈજા થઈ હતી એથી ટીમ ઇન્ડિયાના ફિઝિયોગ્રીફર પેટ્રીક ફરહાર્ટે તેની સારવાર કરી હતી અને ત્યાર બાદ તેનો ફિટનેસ રિપોર્ટ ભારતીય ક્રિકેટ ર્બોડને આપ્યો હતો જેમાં કેદારને મૅચ રમવા માટે એકદમ ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ભારતની ૧૫ મેમ્બરની ફુલ-સ્ટ્રેંગ્થ ટીમ યુકેનો પ્રવાસ ખેડશે. આઇસીસીના નિયમ પ્રમાણે કોઈ પણ ટીમ પોતાની પ્રીલિમનરી ટીમમાં ફક્ત ૨૩ મે સુધી ફેરફાર કરી શકશે.

આ પણ વાંચોઃ એક વિકેટકિપર જેને તમે ક્યારે વિકેટકિંપિંગ કરતા નથી જોયો

૨૦૧૪માં શ્રીલંકા સામે વન-ડે ડેબ્યુ કરનાર કેદારે ૫૯ વન-ડેમાં ૧૦૨.૫૩ની સ્ટ્રાઇક-રેટથી ૧૧૭૪ રન બનાવ્યા છે. ભારત વર્લ્ડ કપમાં પહેલી મૅચ પાંચ જૂને સાઉથ આફ્રિકા સામે રમશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK