વર્લ્ડ કપ 2019: ભારતે ગુમાવી હતી 17 પર 5 વિકેટ, છતાંય મેળવી જીત

Updated: May 18, 2019, 14:59 IST

એક સમયે એવો પણ હતો કે ભારતે 1983ની સેમિફાઈનલમાં માત્ર 17 રનના સામાન્ય સ્કોર પર 5 વિકેટ ગુમાવી હતી અને ત્યાથી મેચ પોતાના નામે કરી હતી. આ મેચ ઝિમ્બાબ્વે સામે રમાઈ હતી જે જીતીને ભારત ફાઈનલમાં પહોંચી હતી.

વર્લ્ડ કર જીત્યા પછી ભારતીય ટીમ
વર્લ્ડ કર જીત્યા પછી ભારતીય ટીમ

1983નું વર્ષ ક્રિકેટ પ્રેમી ભારતીયો ક્યારેય નહીં ભૂલી શકે. હજી ક્રિકેટ ભારતમાં ધીરે ધીરે લોકપ્રિય થઈ રહ્યું હતું. ભારતીય ટીમ ક્રિકેટ જગતમાં સંઘર્ષ કરી રહી હતી. ત્યારે જ આપણા ખેલાડીઓએ એક એવો કમાલ કર્યો કે આખા દેશને ક્રિકેટ ટીમ પર નાઝ થઈ ગયો. વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમોને હરાવીને ભારતે 1983માં પહેલો વર્લ્ડ કપ જીતી લીધો.

જો કે આ જીત ભારતીય ટીમ માટે આસાન નહોતી. કારણ કે આ એ સમય હતો જ્યારે ભારતીય ટીમને ક્રિકેટમાં ગંભીરતાથી નહોતી લેવામાં આવતી. વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે ભારતીય ટીમ ફેવરિટ પણ નહોતી. એટલે સુધી કે ઝિમ્બાબ્વે સામેની એક મેચ તો ભારત હારવા સુધી પહોંચ્યું હતું. પરંતુ કપિલ દેવે ભારતને મેચ જીતાડવાની સાથે સાથે પહેલો વર્લ્ડ કપ પણ જીતાડ્યો. એક સમયે એવો પણ હતો કે ભારતે 1983ની સેમિફાઈનલમાં માત્ર 17 રનના સામાન્ય સ્કોર પર 5 વિકેટ ગુમાવી હતી અને ત્યાથી મેચ પોતાના નામે કરી હતી. આ મેચ ઝિમ્બાબ્વે સામે રમાઈ હતી જે જીતીને ભારત ફાઈનલમાં પહોંચી હતી.

આવી રીતે જીત્યા સેમિફાઈનલ

જ્યારે ભારત બેટિંગ કરવા મેદાન પર ઉતર્યુ ત્યારે ઓપનિંગ સુનીલ ગાવસ્કર અને શ્રીકાંતે કરી હતી. જો કે બન્ને 0ના સ્કોર પર આઉટ થઈ ગયા ત્યારબાદ મોહિન્દર અમરનાથ, સંદિપ પાટિલ મેદાન પર ઉતર્યા જો કે તે પણ ખાસ કશું ઉકાળી શક્યા નહોતા. તું જા હું આવું છુની માફક ભારતે માત્ર 17 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી. ત્યારે ભારત માટે તારણ હાર સાબિત થયા ઓલરાઉન્ડર કપિલ દેવ. 1983 વર્લ્ડકપના કેપ્ટન લેજન્ડ કપિલ દેવે ભારતીય બેટિંગ લાઈન અપને સંભાળી. કપિલ દેવે ઝિમ્બાબ્વેના હાથમાંથી મેચ એવી ખેચી કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કપિલ દેવે તેની યાદગાર ઈનિંગ માત્ર 138 બોલમાં 175 રન ફટકાર્યા હતા.

આ રીત કરી ફાઈનલ મેચ પોતાના નામે

ફાઈનલમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરવાનો હતો. ફાઈનલમાં પહેલા બેટિંગ કરતા ભારતે માત્ર 183 રન બનાવ્યા હતા જો કે ભારતીય બોલરની જોરદાર બોલિંગ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝની મજબૂત ટીમ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પહેલો વર્લ્ડ કપ ભારતે પોતાના નામે કર્યો હતો. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK