રોહિત શર્માને બદલે કેન વિલિયમસન કેમ બન્યો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ?

Published: Jul 16, 2019, 11:27 IST | લંડન

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ - ૨૦૧૯નો ‘પ્લેયરઑફ ધ ટુર્નામેન્ટ’ ચૂંટ્યો છે.

રોહિત શર્મા
રોહિત શર્મા

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ - ૨૦૧૯નો ‘પ્લેયરઑફ ધ ટુર્નામેન્ટ’ ચૂંટ્યો છે. ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડ વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ જ્યારે વિલિયમસનના નામની જાહેરાત થઈ ત્યારે અનેક લોકો ચોંકી ઊઠ્યા હતા. વિલિયમસને ૧૦ મૅચમાં ૮૨.૫૭ની ઍવરેજથી ૫૭૮ રન કર્યા હતા અને બે સેન્ચુરી તથા પાંચ ફિફ્ટી ફટકારી છે તથા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર પ્લેયરના લિસ્ટમાં ચોથા ક્રમે છે. પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનવામાં તેણે ભારતના રોહિત શર્મા, ઑસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને બંગલા દેશના શાકિબ-અલ-હસનને પાછળ છોડી દીધા છે. વિલિયમસનના નામની જાહેરાત જ્યારે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ માટે થઈ ત્યારે જણાવવામાં આવ્યું કે તેણે ૫૭૮ રન કરવા ઉપરાંત ખૂબ સારી કૅપ્ટન્સી કરી છે અને એને કારણે જ ટીમ ફાઇનલ સુધી પહોંચી શકી હતી.

આ પણ વાંચો : ICC રેન્કિંગમાં છવાઇ ગયા ટીમ ઇન્ડિયાના મહારથીઓ, કોહલી-બુમરાહ ટોચના સ્થાને યથાવત

વિલિયમસન વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં બે વાર મૅન ઑફ ધ મૅચ પણ બન્યો હતો. તેને આઇસીસીની સ્વતંત્ર પૅનલે આ ટાઇટલ માટે પસંદ કર્યો છે. ટુર્નામેન્ટની અનેક મૅચમાં વિલિયમસનની કૅપ્ટન્સીએ વિરોધી ટીમને પછાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે એ કારણસર આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬૪૮ રન બનાવનાર રોહિત શર્મા પર વિલિયમસન ભારે પડી ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK