બુમરાહ સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ માટે મોટો ખતરો : વેટોરી

Published: Jul 09, 2019, 11:55 IST | મૅન્ચેસ્ટર

વર્લ્ડ કપ ૨૦૧૯ એના અંતિમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજે પહેલી સેમી ફાઇનલ મૅચ મૅન્ચેસ્ટરમાં રમાશે.

ડેનિયલ વેટોરી
ડેનિયલ વેટોરી

વર્લ્ડ કપ ૨૦૧૯ એના અંતિમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજે પહેલી સેમી ફાઇનલ મૅચ મૅન્ચેસ્ટરમાં રમાશે. આ મૅચ પહેલાં ઇન ફૉર્મ ચાલી રહેલી ટીમ ઇન્ડિયાના ખતરનાક સાબિત થયેલા બૉલર જસપ્રીત બુમરાહ વિશે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન ડેનિયલ વેટોરીનું કહેવું છે કે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સામનો કરવો હવે લગભગ અશક્ય થઈ ગયો છે.

હાલની ટુર્નામેન્ટમાં બુમરાહે ભારત માટે સૌથી વધુ ૧૭ વિકેટ ઝડપી છે. બુમરાહ અને ન્યુ ઝીલૅન્ડનો લોકી ફર્ગ્યુસન સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. સાથે સાથે ઇંગ્લૅન્ડનો જોફ્રા આર્ચર અને પાકિસ્તાનનો મોહમ્મ્દ આમિર પણ ૧૭-૧૭ વિકેટ લેવામાં સફળ થયા છે. વર્લ્ડ કપ ૨૦૧૯માં વિકેટ લેનારાઓની યાદીમાં પ્રથમ સ્થાન પર ઑસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક છે, જેના નામે ૨૬ વિકેટ છે. ત્યારબાદ બીજા ક્રમાંકે બંગલા દેશનો મુસ્તફિઝુર રહમાન છે, જેણે ૨૦ વિકેટ ઝડપી છે. બુમરાહના સંદર્ભમાં વેટોરીએ કહ્યું કે, ‘જસપ્રીત બુમરાહને હાલમાં રમવો ઘણો મુશ્કેલ થઈ ગયો છે. એવામાં જ્યારે ન્યુ ઝીલૅન્ડ ભારતની સાથે સેમી ફાઇનલ મૅચ રમવાની છે, તો ટીમને સૌથી વધુ ખતરો બુમરાહનો છે. બુમરાહનો સામનો આક્રમક રીતે કરવો પડશે, બાકી તક મળતા તે ટીમ પર ભારી પડી શકે છે.’

આ પણ વાંચો : World Cup 2019: આજથી કાંટે કી ટક્કર, ભારત-ન્યુ ઝીલેન્ડ આમને-સામને

ભારતીય ટીમની બૅટિંગ અંગે વેટોરીનું કહેવું છે કે ‘ભારતના ટૉપ ઓર્ડર બૅટ્સમેન જબરદસ્ત ફોર્મમાં છે અને તેમને રન કરતાં અટકાવવા માટે ન્યુ ઝીલૅન્ડની ટીમે આક્રમકતા સાથે બૉલિંગ કરવી પડશે. જો રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ જલદી મળી જાય તો ન્યુ ઝીલૅન્ડની ટીમ માટે ભારતના મિડલ ઓર્ડરને અટકાવવું સહેલું રહેશે. જોકે ન્યુ ઝીલૅન્ડની ટીમ માટે ટ્રેન્ટ બૉલ્ટ અને કેન વિલિયમસન દમદાર ખેલાડી સાબિત થઈ શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK