ગુજ્જુભાઈઓ જાડેજા-હાર્દિકના હશે સુપર પર્ફોર્મન્સ : ફૅમિલી

Published: Jun 05, 2019, 08:35 IST | શૈલેશ નાયક

રવીન્દ્ર જાડેજાની બહેન નયનાબાએ તો માનતા માની છે, જ્યારે હાર્દિકના પપ્પા કહે છે કે તેને સિક્સર મારવાની આદત છે એટલે લોકો ડિમાન્ડ તો કરવાના જ

જાડેજા-હાર્દિકના હશે સુપર પર્ફોર્મન્સ
જાડેજા-હાર્દિકના હશે સુપર પર્ફોર્મન્સ

ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત એની પહેલી મૅચ સાઉથ આફ્રિકા સામે રમશે ત્યારે વર્લ્ડ કપમાં પોતાના ભાઈ રવીન્દ્ર જાડેજાનો ડંકો વાગે એ માટે બહેન નયનાબા જાડેજાએ માતાજીની માનતા રાખી છે તો હાર્દિક પંડ્યાની છગ્ગા મારવાની આદત છે એટલે લોકો એની ડિમાન્ડ કરશે જ એવો વિશ્વાસ હાર્દિક પંડ્યાના ફાધર હિમાંશુ પંડ્યાએ દર્શાવ્યો છે.

ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયેલા ગુજરાતના બે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ફૅમિલીને આશા છે કે તેઓ વર્લ્ડ કપમાં સુપર પર્ફોર્મન્સ આપશે. ટીમ ઇન્ડિયામાં સામેલ ગુજરાતી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત વર્લ્ડ કપ જીતીને આવે અને વર્લ્ડ કપમાં ભાઈના નામનો ડંકો વાગે એ માટે માતાજીની માનતા રાખી છે. મારો ભાઈ બીજી વખત વર્લ્ડ કપમાં રમશે. એમાં તે સારો પર્ફોર્મન્સ કરે એવી પ્રાર્થના કરી છે. માતાજીના આર્શીવાદ પહેલાં હોવા જોઈએ. એક બહેન તરીકે મને ખુશી છે કે વર્લ્ડ કપમાં તેની પસંદગી બીજી વખત થઈ. વર્લ્ડ કપની ટીમમાં તેનું સિલેક્શન થયું ત્યારથી અમારા ફાધર બહુ ખુશ છે. આ વખતે ભારત વર્લ્ડ કપ જીતીને આવે એમાં ભાઈનો પર્ફોર્મન્સ સારો હોય એવી અપેક્ષા છે.’

આ પણ વાંચો: વરસાદના વિઘ્ન વચ્ચે આમનેસામને હશે ભારત-સાઉથ આફ્રિકા

ગુજરાતના બીજા ઑલરાઉન્ડર અને પહેલી વાર વર્લ્ડ કપમાં રમવા ગયેલા હાર્દિક પંડ્યાના ફાધર હિમાંશુ પંડ્યાએ ‘મિડ-ડે’ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘તેની પસંદગી થઈ અને તે વર્લ્ડ કપમાં રમશે એ જાણીને એક ફાધર તરીકે મને ગ્રેટ ફીલિંગ છે. આઇપીએલમાં તે સારું રમ્યો અને તે ફૉર્મમાં છે એટલે તે ડેફિનેટલી પૉઝિટિવ રમશે અને બેસ્ટ પર્ફોર્મન્સ આપશે. તે અગ્રેસિવ રમતો હોય છે. છગ્ગા મારવાની તેની આદત છે એટલે લોકો તેની પાસે છગ્ગા મારવાની ડિમાન્ડ કરશે જ. મેં તેને ફોન પર વિશ આપતાં કહ્યું હતું કે ડૂ ધ બેસ્ટ. અમે તેની મૅચ જોવા જવાના છીએ.’ 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK