World Cup 2019 : બાંગ્લાદેશે 21 રને આફ્રિકાને હરાવી અપસેટ કર્યો

ધ ઓવલ | Jun 03, 2019, 10:57 IST

બાંગ્લાદેશના 6 વિકેટે 330 રન, સાઉથ આફ્રિકા 8 વિકેટે 309 રન. શાકિબ હસન મેન ઓફ ધ મેચ બન્યો.

World Cup 2019 : બાંગ્લાદેશે 21 રને આફ્રિકાને હરાવી અપસેટ કર્યો
શાકિબ-અલ-હસન અને મુશફિકર રહીમ વચ્ચે ૧૪૨ રનની મહત્વની ભાગીદારી નોંધાઇ

શુક્રવારે વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને હરાવ્યા પછી ગઈ કાલે બાંગ્લાદેશના રબાડા-તાહિર જેવા વર્લ્ડ ક્લાસ બોલરો અને ધરખમ બૅટ્સમેનોવાળી સાઉથ આફ્રિકાની ટીમને ૨૧ રનથી પછાડીને અપસેટ સરજ્યો હતો.

ટૉસ જીતીને સાઉથ આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશના ઓપનરોએ ૮.૨ ઓવરોમાં ૬૦ રનની આક્રમક શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ શાકિબ-અલ-હસન અને મુશફિકર રહીમે ૧૪૨ રનની શાનદાર પાર્ટનરશિપ કરીને મોટા સ્કોરનો આધાર બનાવ્યો હતો. શાકિબે ૮૪ બૉલમાં ૮ ફોર અને એક સિક્સરની મદદથી ૭૫ અને રહીમે ૮૦ બૉલમાં ૮ ફોરની મદદથી ૭૮ રન ફટકાર્યા હતા. ડેથ ઓવરમાં મહમદુલ્લાહ અને મોસાડેક હોસૈને ૧૩૦ના સ્ટ્રાઇક રેટથી હિટિંગ કરીને ટીમનો સ્કોર ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૩૦ સુધી પહોંચાડી દીધો હતો.

આ પણ વાંચો : World Cup 2019:પહેલી મેચમાં કોહલીના રમવા પર સસ્પેન્સ, આ છે કારણ

મૅચની સેકન્ડ ઇનિંગમાં ૫૩ બૉલમાં ૬૨ રન બનાવનાર સાઉથ આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીની વિકેટ પડ્યા પછી મશરફે ર્મોતઝાની ટીમ હાવી થઈ ગઈ હતી. રેસી વેન ડેર ડુસેને ૪૫ રન બનાવીને સારી લડત આપી છતાં નીચલા ક્રમના બૅટ્સમેનો પ્રેશર ઝીલી શક્યા ન હોતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK