world cup 2019: પ્રેક્ટિસ સેશન પછી બુમરાહ-ભુવી પહોચ્યા કૉફી ડેટ પર

Updated: Jun 08, 2019, 19:01 IST

નેટ પ્રેક્ટિસમાં મહેનતની સાથે ભારતીય પ્લેયર્સ બહાર થઈને મોજ કરવાનું પણ ચૂકતા નથી. ભારતીય ટીમના આધારસ્તંભ બોલર ભુવનેશ્વર કુમાર અને બુમરાહ પ્રેક્ટિસ સેશન પછી કૉફી ડેટ માટે પહોચ્યા હતા.

(ફોટો: BCCI)
(ફોટો: BCCI)

World Cup 2019: પ્રેક્ટિસ સેશન બાદ બુમરાહ-ભુવી પહોચ્યા કૉફી ડેટ પર

ICC ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમના 2 પ્લેયર કૉફી ડેટ પર પહોચ્યા હતા. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારત તેની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવા જઈ રહ્યું છે. જેને પગલે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં ખેલાડીઓ આકરી મહેનત કરી રહ્યા છે. નેટ પ્રેક્ટિસમાં મહેનતની સાથે ભારતીય પ્લેયર્સ બહાર થઈને મોજ કરવાનું પણ ચૂકતા નથી. ભારતીય ટીમના આધારસ્તંભ બોલર ભુવનેશ્વર કુમાર અને બુમરાહ પ્રેક્ટિસ સેશન પછી કૉફી ડેટ માટે પહોચ્યા હતા.

ભારતીય ટીમ માટે બોલિંગ હમેશા એક પ્રશ્ન રહ્યો હતો. પરંતુ બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શમીના આવ્યા બાદ બોલીંગનો પ્રશ્ન હલ થઇ ગયો છે. અત્યારે ભારતીય બોલિંગ લાઈનઅપને દુનિયાની સૌથી મજબુત લાઈન અપ માનવામાં આવે છે. બુમરાહ, જસપ્રીત, સામી જેવા ફાસ્ટ બોલર અને કુલદિપ, ચહલની ફિરકી સામે વિરોધીઓ ધ્વસ્ત થતા જોવા મળ્યા છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર હમણા પ્રેક્ટિસ સેશન પછી એકબીજા સાથે લોકલ કૉફી શોપ પહોચ્યા હતા.

આ પણ વાંચો: કેપ્ટન વિરાટ કોહલીને અનોખી રીતે આપ્યા તેમની સ્કૂલે આશીર્વાદ

ભારતીય ટીમે વર્લ્ડ કપમાં શરુઆત જીત સાથે કરી હતી. સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હાર આપી હતી. સાઉથ આફ્રિકા સામેની મેચમાં બોલરોનો દબદબો રહ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની મેચમાં ચહલના નામે 4 વિકેટ રહી હતી જ્યારે બુમરાહ અને ભુવીના નામે 2-2 વિકેટ રહી હતી. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK