World Cup 2019:ન્યુઝીલેન્ડ સામે રમ્યા વગર જ ભારત ફાઇનલમાં પહોંચી શકે છે

Jul 08, 2019, 13:18 IST

ICC વર્લ્ડ કપ 2019માં વરસાદે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇનલ દરમ્યાન વરસાદ વિધ્ન બની શકે છે

World Cup 2019:ન્યુઝીલેન્ડ સામે રમ્યા વગર જ ભારત ફાઇનલમાં પહોંચી શકે છે
રમ્યા વગર ફાઈનલમાં પહોચી શકે ન્યુ ઝીલેન્ડ

ICC વર્લ્ડ કપ 2019માં વરસાદે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇનલ દરમ્યાન વરસાદ વિધ્ન બની શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 4 મેચ વરસાદના કારણે રદ્દ થઇ ચુકી છે. મંગળવારે પહેલી સેમી ફાઈનલ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, પહેલી સેમી ફાઈનલ પર વરસાદ વિઘ્ન બની શકે છે.

જો મંગળવાર અને રિઝર્વ દિવસે પણ વરસાદના કારણે મેચ ધોવાઈ જશે તો તેની અસર ન્યુ ઝીલેન્ડ પર પડશે જ્યારે ટીમ ઈન્ડિયા માટે ફાઈનલનો રસ્તો ખુલ્લો થઈ જશે. ICCના નિયમો અનુસાર જે ટીમો પહેલા અને બીજા સ્થાને હોય છે તેમને આ ફાયદો મળે છે. આ બન્ને ટીમોને તેમના પોઈન્ટ અને નેટ રનરેટનો ફાયદો થશે. જો પહેલી સેમી ફાઈનલમાં મંગળવારે અને રિઝર્વ ડેના દિવસે પણ મેચ ન રમાય તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલમાં પહોચી જશે.

આ પણ વાંચો: Jasprit Bumrah આ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસને કરી રહ્યા છે ડેટ ? સામે આવી સચ્ચાઈ

આ પહેલા પણ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ચૂકી છે. ભારતીય ટીમ લીગમાં બીજી મેચ ન્યુ ઝીલેન્ડ સામે રમાવાની જે વરસાદમાં ધોવાઈ ગઈ હતી. સેમી ફાઈનલના દિવસે માન્ચેસ્ટરનું વાતાવરણ વાદળછાયુ રહેશે અને 20 ટકા સંભાવના છે કે વરસાદ મેચમાં વિઘ્ન કરી શકે છે. આ સાથે જ માન્ચેસ્ટરમાં હવામાં ભેજ રહેશે અને હવાની સ્પીડ પણ 10-15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જો મેચ રમાશે તો ફાસ્ટ બોલર માટે હવામાન અનુકુળ રહેશે. ભારત અને ન્યુ ઝીલેન્ડ બન્ને ટીમો પાસે ફાસ્ટ બોલરનું કોમ્બિનેશન જોરદાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK