સેમી ફાઇનલમાં પહોંચેલી ઇન્ડિયાને હરાવીને ટુર્નામેન્ટમાંથી એક્ઝિટ લેવા માગશે શ્રીલંકા

લોર્ડ્સ | Jul 06, 2019, 09:50 IST

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને શ્રીલંકા ક્વૉલિફાઇંગ રાઉન્ડની પોત-પોતાની છેલ્લી મૅચ રમશે.

સેમી ફાઇનલમાં પહોંચેલી ઇન્ડિયાને હરાવીને ટુર્નામેન્ટમાંથી એક્ઝિટ લેવા માગશે શ્રીલંકા
મલિન્ગા

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને શ્રીલંકા ક્વૉલિફાઇંગ રાઉન્ડની પોત-પોતાની છેલ્લી મૅચ રમશે. લીડ્સમાં રમાનારી આ મૅચમાં શ્રીલંકા ભારતને હરાવીને ટુર્નામેન્ટમાંથી વિદાય લેવા ઇચ્છશે, જ્યારે સેમી ફાઇનલમાં પહોંચી ચૂકેલી ટીમ ઇન્ડિયા શ્રીલંકાને હરાવી નવા વિશ્વાસ સાથે ટુર્નામેન્ટમાં આગળ વધવા માગે છે.

બન્ને ટીમોના અત્યાર સુધીના પર્ફોર્મન્સને જોઈએ તો શ્રીલંકાનો કુસાલ પરેરા ટીમનો સૌથી વધુ સ્કોર કરનારો પ્લેયર છે. તેણે આ ટુર્નામેન્ટની છ ઇનિંગમાં કુલ ૨૫૫ રન કર્યા છે, જ્યારે દિમુથ કરુણારત્ને ૨૧૨ રન સાથે બીજા ક્રમાંકે છે. આ બે પ્લેયર સિવાય ટીમના અન્ય ત્રણ પ્લેયરો જ ત્રિઅંકી આંકડાઓ સુધી પહોંચી શક્યા છે. શ્રીલંકાની બોલિંગમાં લસીથ મલિંગા ટૉપના સ્થાને છે જેણે આ ટુર્નામેન્ટમાં છ મૅચમાં કુલ ૧૨ વિકેટ લીધી છે. બાકીના ત્રણ બોલરો પાંચ-પાંચ વિકેટ લઈ શક્યા છે.

આ પણ વાંચો : World Cup 2019: ટૉપ પર રહેવા કાંગારૂઓ આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે

ઇન ફૉર્મ ચાલી રહેલી ટીમ ઇન્ડિયામાં દરેક પ્લેયર પોતપોતાનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી રહ્યા છે. જોકે આ મૅચમાં દિનેશ કાર્તિકના સ્થાને રવીન્દ્ર જાડેજાને ચાન્સ આપવામાં આવી શકે છે અને ચોથા ક્રમાંકે રિષભ પંતને તક આપવામાં આવી શકે છે. આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધી ભારત અને શ્રીલંકાની ટીમ ક્રિકેટના મેદાનમાં ૧૫૮ વાર આમને સામને થઈ છે જેમાંથી ભારત ૯૦ મૅચ જીતવામાં સફળ રહ્યું છે જ્યારે શ્રીલંકા ૫૬ મૅચ જીતી શક્યું છે. એક માત્ર મૅચ ટાઈ થઈ હતી જ્યારે ૧૧ મૅચનાં પરિણામ અનિર્ણીત રહ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK