World Cup 2019:અહીં પ્રિડિક્ટ કરો ભારતની પહેલી મેચનું પરિણામ

લંડન | Jun 03, 2019, 14:58 IST

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રસપ્રદ રહેવાની છે. gujaratimidday.com પર તમે પણ પોલ કરીને આ મેચ કોણ જીતશે તે પ્રિડીક્ટ કરી શકો છો.

World Cup 2019:અહીં પ્રિડિક્ટ કરો ભારતની પહેલી મેચનું પરિણામ

વર્લ્ડ કપનો રોમાંચ જામી ચૂક્યો છે. અને બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને હરાવીને બાકીની ટીમોને પોતાની તાકાતનો અંદાજ આપી દીધો છે. બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફક્ત બાકીની ટીમોને ચેતવણી જ નથી આપી, પરંતુ આ જીતના બીજા ઘણા અર્થ છે. ઈંગ્લેન્ડની ફાસ્ટ મનાતી, બોલર્સ સપોર્ટિવ મનાતી પીચ પર બાંગ્લાદેશે પોતાનો સર્વશ્રેષ્ઠ 331 રનનો સ્કોર કર્યો. આ પણ એક પોઈન્ટ છે કે આ વખતનો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં ભલે હોય, પરંતુ બેટ્સમેનો માટે પરિસ્થિતિ અનુકૂળ છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની લૉ સ્કોરિંગ મેચ બાદ આ મેચથી વર્લ્ડ કપની રસાકસી વધી છે.

બીજી મહત્વની વાત દક્ષિણ આફ્રિકાની આગળની ટૂરની છે. દક્ષિણ આફ્રિકા પહેલી ઈંગ્લેન્ડ સામે અને પછી દક્ષિણ આફ્રિકા સામે હારી ચૂક્યુ છે. અત્યાર સુધી તમામ ક્રિકેટ નિષ્ણાતો દક્ષિણ આફ્રિકાને સેમીફાઈનલિસ્ટ તરીકે જોતા હતા, પરંતુ પહેલી જ બે હારે આફ્રિકાની રાહ મુશ્કેલ કરી દીધી છે. એમાંય દક્ષિણ આફ્રિકાની હવે પછીની મેચ ટીમ ઈન્ડિયા સામે છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ મનાય છે. ત્યારે આફ્રિકા માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આફ્રિકાએ હવે કમર કસવી પડશે.

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની મેચથી પોતાના અભિયાનના શ્રીગણેશ કરશે. અત્યારે ભારત માટે થોડો માનસિક ફાયદો રહેશે. દક્ષિણ આફ્રિકા પોતાની પહેલી જીત મેળવવા તલપાપડ છે, જ્યારે ભારત માટે હજી સુધી કોઈ પ્રેશર નથી. આમ માનસિક રીતે સ્થિતિ ભારતને અનુકુળ છે. વળી પ્રેક્ટિસ મેચમાં ધોની અને કે. એલ. રાહુલ ફોર્મમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ World Cup 2019:ફરી એકવાર બાંગ્લાદેશનો નાગિન ડાન્સ, વાઈરલ થયો વીડિયો

અહીં પોલ કરી પ્રીડિક્ટ કરી કહો કોણ જીતશે આ મેચ

હાલની પરિસ્થિતિ પ્રમાણે ક્રિકેટ નિષ્ણાતો ભારતને આ મેચ જીતવા માટે દાવેદાર ગણી રહ્યા છે. જો કે દક્ષિણ આફ્રિકા પણ હાર ભૂલીને જીત મેળવવા મક્કમ હશે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા નિષ્ફળ ભલે જતું હોય, પરંતુ ગ્રુપ સ્ટેજમાં તો તે આસાનીથી જીતતું હોય છે. ત્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રસપ્રદ રહેવાની છે. gujaratimidday.com પર તમે પણ પોલ કરીને આ મેચ કોણ જીતશે તે પ્રિડીક્ટ કરી શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK