World cup 2019: કોના પક્ષમાં રહી છે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચો

Published: Jun 11, 2019, 18:11 IST

જ્યારે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાઈ છે ત્યારે ક્રિકેટજગતમાં માહોલ ગરમાયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો પહેલાથી જ રોમાંચક રહી છે અને લોકો ધ્યાન આકર્ષ્યું છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

જ્યારે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાઈ છે ત્યારે ક્રિકેટજગતમાં માહોલ ગરમાયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો પહેલાથી જ રોમાંચક રહી છે અને લોકો ધ્યાન આકર્ષ્યું છે. ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 6 વાર આમને સામને થયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલાથી જ ફેવરીટ રહી છે.

વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને મેચ રમાવા જઈ રહી છે. ભારત આ પહેલા ન્યૂ ઝિલેન્ડ સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો પહેલો મુકાબલો વર્ષ 1992માં થયો હતો જે ઓસ્ટ્રેલિયાના મેદાન પર થયો હતો ત્યારબાદ ભારત અને પાકિસ્તાન કુલ 6 વાર આમને સામને થયા છે. મહત્વનું એ છે કે આ મેચોની જીત એક ટીમના પક્ષમાં રહી છે અને તે છે ભારત. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપમાં 6 મેચ રમ્યા છે અને તમામ મેચોમાં ભારતે પાકિસ્તાન પર જીત મેળવી છે.


16 જૂને ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને સામને થશે. એકતરફ વિરાટની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારનો બદલો લેવા મેદાન પર ઉતરશે જ્યારે પાકિસ્તાન તેની હારનો ક્રમાંક તોડવા માટે મેદાન પર ઉતરશે. ચાલો એક નજર કરીએ ભારતે ક્યારે અને કેટલા માર્જીનથી મેચ પોતાના નામે કરી છે.

 

   તારીખ      વિનર           માર્જિન            મેદાન       
04-03-1992   ભારત   43 રન   સિડની
09-03-1996   ભારત   39 રન   બેંગ્લોર
08-06-1999   ભારત   47 રન    માન્ચેસ્ટર
01-03-2003   ભારત   06 વિકેટ  સેન્ચુરિયન
30-03-2011   ભારત   29 રન   મોહાલી
15-02-2015  ભારત    76 રન   એડિલેડ

 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK